નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનથી આદિવાસી સમાજમાં પડ્યા વિરોધના પ્રત્યાઘાત 

હિન્દ ન્યૂઝ, ઉમરપાડા

          ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરપાડા તાલુકાનાં મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા વિધાનસભામાં બજેટસત્રની ચર્ચા દરમિયાન એવું નિવેદન આપ્યુ કે ગુજરાતમાંથી કયા આદિવાસી મેચ જોવા અમદાવાદ આવ્યા હતા. અને જો આવ્યા હોય તો ટીકીટ બતાવે. આ નિવેદનથી ઉમરગામ થી લઈ અંબાજી સુધી વસતા આદિવાસી ઓનું અપમાન કરવાનો સીધો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવેદનપત્રનાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેચ ના વિડિયો ફૂટેજ જોવામાં આવે તો જણાશે કે ઘણા આદિવાસી સમાજના લોકો મેચ જોવામાં ઉપસ્થિત હતા. આવા નિવેદન આદિવાસી સમાજ માટે અપમાન જનક હોય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજીનામું આપે ક્યાં તો માફી માંગે એવી માંગ આવેદનપત્ર માં કરવામાં આવી છે. આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા, હીરાલાલ ભાઈ વસાવા, આદિજાતિ મોરચાના પ્રમુખ અશોક ભાઈ વસાવા, મહામંત્રી હિતેશભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment