ડભોઇ મુસ્લીમ ડોકટર એસોસિએશન ની આગેવાની માં ડભોઇ આરોગ્ય વિભાગ દ્વારા આપવા માં આવતી કોરોના રસી ની અસરકારકતા અંગે ની માહિતી અને લોકો ને જાગૃત કરવા મિટિંગ બોલાવી

હિન્દ ન્યૂઝ, ડભોઇ

ડભોઇ મુસ્લિમ ડોક્ટર એસોસિએશન ની આગેવાની માં ડભોઇ વડવાળી મસ્જિદ જામતખાના માં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી કોરોના ની રસી ની અસરકારકતા તેમજ તેના વિશે ફેલાયેલ ભ્રમ દૂર કરવા અંગે ની માહિતી આપવા અને મુસ્લિમ સમાજ ના લોકો ને રસીકરણ માટે જાગૃત કરવા ડભોઇ ના તમામ મુસ્લિમ આગેવાનો અને સામાજિક કાર્યકરો ને બોલાવી મિટિંગ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા માં મુસ્લિમ આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને આગામી દિવસો માં વધુ થી વધુ સંખ્યા માં લોકો કોરોના ની રસી મુકાવે તે અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત ડભોઇ જમીયતે ઉલેમાએ હિન્દ ના કાર્યકરો કે જેઓ કોરોના કાળ દરમિયાન કોરોના વોરિયર તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચુક્યા છે. તેઓ એ પણ કોરોના ની રસી મુકાવી તેમજ અન્ય લોકોએ પણ રસી મૂકવી પ્રજા ને પણ રસી લેવા પ્રેરણા આપી હતી અને લોકો માં રસી અંગે ગેરસમજ દૂર થાય તે માટે લોકો ને માહિતગાર કરી આગામી દિવસો માં રસી લઇ કોરોના ને હરાવવા આહવાન કર્યું હતું.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment