ડભોઇ તાલુકા ના તેનતલાવ પાસે રીક્ષા અને કાર વચ્ચે થયો અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ

ડભોઈ ચાણોદ માર્ગ પર આવેલ તેનતલાવ ગામ ખાતે વળાંક પર કાર અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જાણવા મળ્યા મુજબ બે મહિલા અને એક નાના બાળક સહિત એક યુવાન ને ગંભીર ઇજાઓ આવતા ગામ ના યુવાઓ દ્વારા ૧૦૮ ઇમરજન્સી સેવા નો ઉપયોગ કરી ડભોઈ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ચાણોદ ખાતે આવેલ યાત્રા ધામ અને તીર્થ સ્થળો ની યાત્રાએ આવતા તેમજ પ્રવિત્ર ઘાટો પર અસ્થી વિસર્જન અને વિવિધ કર્મકાંડ ની વિધિ કરાવવા આવતા યાત્રાળુઓ ને વારંવાર આ વળાંક પર અકસ્માત નડતાં ભારે હાડમારી ભોગવવી પડે છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્ર દ્વાર કાયમની આ સમસ્યાનું ઉકેલ ના લાવતા ગામજનો અને યાત્રાળુઓ માં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે. અકસ્માત માં સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી. બંને વાહનો વચ્ચે અકસ્માત થતા ગાડીઓ ના ફૂર્ચા ઉડી જવા પામ્યા હતા.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment