૩૧ ડીસેમ્બરના રોજ દીવ તરફથી નશો કરી આવતા ઇસમોને પકડી પાડી કુલ -૫૮ ગુન્હા દાખલ કરતી કોડીનાર પોલીસ

હિન્દ ન્યુઝ,

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા ૩૧ ડીસેમ્બર ઉજવણી કરી દીવથી નશો કરેલ હાલતમાં આવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.એન.ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ ૩૧ મી ડીસેમ્બરની ઉજવણી કરી દીવ તરફથી દારૂ પીધેલ હાલતમાં આવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગઇ રાત્રીના કોડીનાર પોલીસ દ્વારા તમામ ઓપી / બીટ તથા સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવેલ તથા દીવ તરફથી આવતા વાહન ચાલક / પેસેન્જરોનું બ્રેથ એનેલાઇઝર દ્વારા ચેકીંગ કરી નશો કરેલ હાલતમાં મળી આવેલ કુલ -૫૮ ઇસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી અટકાયત કરવામાં આવેલ છે .

રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

Related posts

Leave a Comment