જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ

હિન્દ ન્યુઝ,

રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એવા સમયે સાવચેતીમાં જ સલામતી છે એ સંદેશ આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા અને મદદનીશ કલેક્ટર સચીનકુમારની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ હતી. શહેરના પાલિકા બજાર, રેલવે સ્ટેશન, બગવાડા દરવાજાથી શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાથી બચવા જાગૃતિનો સંદેશ આપવા આ ડ્રાઈવ યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી તથા મદદનીશ કલેક્ટરએ દુકાનો, ગલ્લા, શાકભાજીની લારીઓ, જાહેર સ્થળ પર બેસેલ ફેરિયા તથા ત્યાં આવતા નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા માટે જણાવ્યું હતું. તેઓએ દુકાનદારોને દુકાનની બહાર માસ્ક ફરજીયાત પહેરવા માટેનું બોર્ડ લગાવવા માટે પણ સૂચન કર્યું હતું. શહેરમાં દ્વિચક્રી વાહનો તથા રિક્ષાચાલકો અને તેમાં બેઠેલા મુસાફરોએ માસ્ક ના પહેર્યું હોય તો તેમને માસ્ક આપીને ફરજિયાત પહેરવા સમજાવ્યા હતા. બજારોમાં દુકાનોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટે સૌને અપીલ કરી હતી. આ માસ્ક ડ્રાઈવમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો તથા સ્વયંસેવકો જોડાયા હતા.

Related posts

Leave a Comment