હેલિકોપ્ટર જોય રાઇડ થકી અમદાવાદના પ્રખ્યાત સ્થળોના આકાશદર્શન યોજનાનો શુભારંભ કરાવતા નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદી

હિન્દ ન્યુઝ,

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ પરથી રાજ્યના નાગરિક હવાઇ ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ કરાવતા કહ્યું કે હવે નાગરિકો એરિયલ વ્યૂથી અમદાવાદનો નજારો માણી શકશે. તેમણે આ હવાઇ સેવાનો ઇમરજન્સીના સંજોગોમાં પણ ઉપયોગ કરી શકાશે તેમ પણ જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે અગાઉ બસ સેવાના માધ્યમથી નાગરિકો શહેર દર્શન કરતા હતા, પણ હવાઇ સેવા એ આધુનિક જમાનાની માંગ છે અને તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો છે. આ અવસરે મંત્રીના હસ્તે જોયરાઈડના પેસેન્જરને બોર્ડિંગ પાસ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. મંત્રીએ પણ જોય રાઇડ હેલિકોપ્ટર સેવા દ્વારા અમદાવાદ શહેરનું આકાશ દર્શન કર્યું હતું. હવાઇ સેવાના શુભારંભ પ્રસંગે ગુજસેલ ના ડાયરેક્ટર અજય ચૌહાણ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment