હિન્દ ન્યુઝ, સુરત
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સુરત જિલ્લાએ સ્વચ્છતાના માપદંડોમાં નવી ઊંચાઈ સર કરી છે. વર્ષ ૨૦૧૭માં ઓપન ડેફિકેશન ફ્રી (ODF) જાહેર થયા બાદ જિલ્લામાં સતત નવા બનતા મકાનોમાં શૌચાલયની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કુલ ૩૩૯૫ વ્યક્તિગત અને ૧૦ સામુહિક શૌચાલયો બનાવી લોકસુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.
