હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તા. 11 મેના રોજ પ્રારંભ થયેલ 2026 એશિયન સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સના ત્રીજા દિવસે જ્ઞાનેશ્વરી યાદવે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા.
એશિયન સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સના ત્રીજા દિવસની સ્પર્ધામાં જ્ઞાનેશ્વરી યાદવે 53 કિગ્રા વેઈટ કેટેગરીના સ્નેચ સેક્શનમાં સિલ્વર મેડલ તેમજ કુલ 194 કિગ્રા વેઈટ લિફ્ટ સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો; જ્ઞાનેશ્વરી યાદવની આ સિદ્ધિ ભારતીય વેઈટલિફ્ટિંગ માટે ગૌરવની ક્ષણ છે જે ભારતીય મહિલા રમતવીરોના આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ક્ષેત્રે ઊંચાઈને આંબતા માપદંડ દર્શાવે છે.
જ્ઞાનેશ્વરી યાદવના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ઈન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટે તેઓને અભિનંદન પાઠવ્યા; આ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સમાં 28 એશિયન દેશ તેમજ 2 કોમનવેલ્થ દેશના સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
