વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની ગુજરાતને નવતર ભેટ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    કેન્દ્રીય કેબિનેટ દ્વારા અંદાજે રૂ. 20,667 કરોડના ખર્ચે અમદાવાદના સરખેજથી ધોલેરા સુધી સેમી હાઇસ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ.

અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ; તેમણે જણાવ્યું કે, ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાતને મળવો એ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત.

ધોલેરા SIR, નિર્માણાધીન ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડનારો બહુઆયામી પ્રોજેક્ટથી ઇંધણની બચત થશે તથા કાર્બન ઉત્સર્જન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.

Related posts

Leave a Comment