હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મેઘાલય વિધાનસભા PACના અધ્યક્ષ શ્રીમતી મિયાની ડી. શીરાના નેતૃત્વમાં પધારેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી.
વિધાનસભાના અધિકારીઓએ ગૃહની ભવ્યતા અને અત્યાધુનિક સુવિધાઓથી પ્રતિનિધિ મંડળના સભ્યોને માહિતગાર કર્યાં.
પ્રતિનિધિ મંડળે ‘નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન’ (NeVA) સેવા કેન્દ્રની ખાસ મુલાકાત લીધી, ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતને ખૂબ જ પ્રભાવશાળી ગણાવ્યું.
