સિહોર આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ માટે એડમિશન પ્રક્રિયાનો તા. ૧૪ મે થી પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર

સરકારી આઈ.ટી.આઈ., સિહોરમાં વેલ્ડર, ફીટર, વાયરમેન, ટુ વ્હીલર, કોપા, H.S.I., રેફ્રીજરેશન, પ્લમ્બર વગેરે ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે તા. ૧૪/૦૫/૨૦૨૬ થી તા.૨૩/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન ફોર્મ ભરાવવાના તથા ચોઈસ ફીલીંગ કરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. આઈ.ટી.આઈ. સિહોર ખાતે વિનામૂલ્યે એડમિશન ફોર્મ ભરી આપવામાં આવે છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.-સિહોરનો રૂબરૂમાં સંપર્ક કરવા આઈ.ટી.આઈ., સિહોરની યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment