કુ. નિર્મલ વેલજી બામણિયાએ એમ. બી. એ. કોમર્સમાં રજવાડી યુનિવર્સીટી રાજકોટમાં ગૉલ્ડ મેડલ મેળવી દીવનું ગૌરવ વધાર્યું

સમગ્ર ભારતનું ગૌરવ

હિન્દ ન્યુઝ, દીવ

     દીવના નાનકડા ગામ નાગવા ગામનો વતની કુ. નિર્મલ વેલજી બામણિયાએ એમ. બી. એ. કોમર્સમાં રજવાડી યુનિવર્સીટી રાજકોટમાં ગૉલ્ડ મેડલ મેળવી દીવનું ગૌરવ વધાર્યું છે. વર્ષ 2022 થી 24 દરમ્યાન પ્રથમ ભારતીય વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું છે. 

        નિર્મલ શરૂઆતથી વિવિધ ધોરણમાં ટોપર રહ્યો છે. જેમાં ધોરણ 10 ,12 માં ટોપર રહ્યો હતો અને બીકૉમમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. અને આજે ફરી એમ. બી. એ. કોમર્સમાં ગોલ્ડ મેડલ મેળવી દીવ તથા દેશનું ગૌરવ વધાર્યું. 

      દીવના છેવાડાના નાગવા ગામનાં લોકોમાં આનંદ છવાઈ ગયો અને પટેlલો, આગેવાનો, હોદેદ્દારો તથા સમગ્ર નાગવા ગામલોકોએ નિર્મલને અભિનંદન પાઠવી ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી.

Related posts

Leave a Comment