હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લા પ્રભારી સચિવ ડો.રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં સુરત જિલ્લાની વિધાસભાના ઈ.આર.ઓ. સાથે તથા રાજકીય પક્ષો સાથે એસ.આઈ.આર. (ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ) અંતર્ગત તબક્કાવાર સમીક્ષા બેઠક મળી હતી.
બેઠકમાં એસ.આઈ.આર. અંતર્ગત સુરત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અંગે PPT પ્રસ્તુતિ દ્વારા સચિવને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં મળેલા મતદારો ગણતરીફોર્મનું ડિઝીટાઈઝેશન, મતદારોનું મેપિંગ, કેટલા ગણતરી ફોર્મ પર મળ્યા નથી. ઉપરાંત મૃત્યુ પામેલ મતદારો, સ્થળાંતર અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરાયેલા વિવિધ ફોર્મ (નવા નોંધણી, સુધારા, સ્થળાંતર તથા નામ રદ્દ કરવા અંગે)ની પ્રાપ્તી બાદ થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
