સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક ઇ.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત 

સુરત જિલ્લાની રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક ઇ.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના રોડ સેફ્ટી એક્શન પ્લાન અંતર્ગત સર્વ સભ્યો દ્વારા આપવામાં આવેલ સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમન તેમજ જન જાગૃતિ અંતર્ગત ડિસ્ટ્રિકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા સુરત શહેર-જિલ્લામાં છેવાડાના માનવીઓ સુધી રોડ સેફ્ટી અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા, ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર અંગેની તાલીમ, ટ્રાફિક પોલીસ અને TRB માટેની રોડ સેફ્ટીની તાલીમ, રખડતા ઢોરના કારણે સાયકલચાલકો તેમજ વાહનચાલકોને રાત્રિ દરમિયાન અકસ્માતથી બચાવવા માટે રિફલેકટર પટ્ટી લગાવવા માટેની કામગીરી, રોડ સેફ્ટી અંગે BRTS સિટી બસ તથા GSRTC- સરકારી બસ ડ્રાઈવરોની તાલીમ, વાહન ચાલકો,ડ્રાઈવ ર માટે આઈ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરાશે. જિલ્લામાં થતા રોડ અકસ્માતોને ટાળવા માટે જરૂરી પગલા, રોડ એક્સિડન્ટમાં મૃત્યુ કે ઈજાના આંકડાઓનું અવલોકન, ચેકીંગ વિઝીટના તારણો, સ્ટ્રીટ લાઈટ, સુડાના રોડ અને રોડ સંબંધિત સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર અને સાથે વિવિધ સ્થળોએ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે બેનરો લગાવવા જેવા મુદ્દાઓની સમીક્ષા કરી ઈ.કલેકટરએ વિવિધ વિભાગોને જરૂરી સૂચનો આપ્યા હતા.

Related posts

Leave a Comment