જામનગર તેમજ બોલબાલા ચેરી.ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો

સર્વ રોગ નિદાન કેમ્પ

હિન્દ ન્યુઝ, જામનગર

       આજરોજ તા. ૨૮-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ રણજીત નગર પટેલ સમાજ પાસે સદગુરુદેવ શ્રી રણછોડદાસજી આશ્રમ જામનગર તેમજ બોલબાલા ચેરી.ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો સાથે આવનાર લાભાર્થીઓને આવી કાળઝાળ ગરમીમાં દુધ તેમજ ઠંડાપીણાનું પણ વિતરણ કરવામાં આવ્યું. જેમાં ફિઝીશિયેન ડો. જીતલ અગ્રાવત, હાડકાનાં ડો.આશિષ આચાર્ય, ડાયાબીટિસ ની તપાસ કરવા માટે ડો. શ્રીમતી અગ્રાવત સાથે બ્લડપ્રેશરની તપાસ કરનાર ડોકટરો પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં સેવા ભાવી વ્યક્તિઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Related posts

Leave a Comment