હિન્દ ન્યુઝ, આણંદ
રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે આકસ્મિક આણંદ સિટી ખાતે આવેલ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ગોડાઉનની મુલાકાત લીધી હતી.
મંત્રી એ ગોડાઉન ખાતે ઉપલબ્ધ જથ્થાની ચકાસણી કરી હતી, જેમાં ચણા, તુવેરદાળ, ઘઉં અને તેલ ના જથ્થાની ચકાસણી કરી જાત માહિતી મેળવી હતી.
આણંદ સિટી ગોડાઉન ખાતેથી આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ૧૨૭ અને શહેરી વિસ્તારના ૨૭ મળીને કુલ ૧૫૪ સસ્તા અનાજની દુકાનો ખાતે જથ્થો પૂરો પાડવામાં આવે છે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી શિવાંગી શાહે મંત્રીશ્રીને જણાવ્યું હતું.
મંત્રી એ ગોડાઉન ખાતેના અનાજના જથ્થાની ચકાસણી કરતાં સંતોષ વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ દિવાળીનો તહેવાર આવતો હોઈ સમયસર અનાજના જથ્થાનું વિતરણ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ સમયે આણંદ શહેર મામલતદાર ચૌધરી, જિલ્લા પુરવઠા મામલતદાર ડો. પાયલ જોગાણી અને ગોડાઉન મેનેજર શહલ વાલજી વાલાએ મંત્રીશ્રીને ગોડાઉન ખાતે ઉપલબ્ધ જથ્થો અને વિતરણ વ્યવસ્થાથી વાકેફ કર્યા હતા.