હિન્દ ન્યુઝ, આણંદ
રાજ્ય ના જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ આજે આણંદ ખાતે અમુલ ડેરીની મુલાકાત લીધી હતી.
અમૂલ ડેરીની મુલાકાતમાં મંત્રીને અમૂલ્યની સ્થાપના, દૂધ તથા દૂધ આધારિત ઉત્પાદનની પ્રોસેસથી લઈને ગ્રાહક સુધી પહોંચાડવામાં માટેની સપ્લાય ચેઈન અંગે વિસ્તૃત વિગતો અમૂલના અધિકારી પ્રીતિ શુક્લાએ મંત્રીને આપી હતી, આ ઉપરાંત મંત્રીને અમૂલ વિશેની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી, જેનાથી મંત્રી પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે મંત્રીએ સહકારી એકમ અમુલ ડેરીના કાર્યપ્રણાલીથી પ્રભાવિત થઈને રાજ્યની અન્ય ડેરીઓએ પણ તે પ્રકારની પ્રણાલી અપનાવાની નેમ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, દેશને આર્થિક રીતે તથા સહકાર ક્ષેત્રે પણ અગ્રેસર બનાવવામાં અમુલ મોડલ ચોક્કસ મદદરૂપ થશે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે અમૂલ ડેરીના મુલાકાત પોથીમાં તેમણે જણાવ્યું હતું કે, અમૂલ ડેરી જે રીતે પશુપાલકો, ખેડૂતો, દૂધ ઉત્પાદકોને કેન્દ્રમાં રાખી કામ કરી રહી છે, તથા ડેરીની વિવિધ પ્રોડક્ટસ રાજ્ય , દેશ-વિદેશમાં પણ જે સેવાભાવથી પહોંચાડવાનું સરાહનિય કાર્યથી મંત્રી ખૂબ પ્રભાવિત થયા હતા.
આ ઉપરાંત અમૂલ ડેરીના સ્ટાફનો સૌજન્ય તથા માર્ગદર્શન મારા માટે યાદગાર રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મામલતદાર ચૌધરી, અમુલ ડેરીના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.