નર્મદા જિલ્લામાં ૪ અને ૫ ડિસેમ્બરે સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન

હિન્દ ન્યુઝ, નર્મદા

    રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નર્મદા દ્વારા સંચાલિત જિલ્લાકક્ષાની સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન આગામી તા. ૪-૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું છે.

સ્પે. ખેલમહાકુંભ અંતર્ગત માનસિક ક્ષતિગ્રસ્ત (MR), અંધજન (Blind), શ્રવણ મંદ-શ્રતિવાળા (Deaf) ભાઈઓ-બહેનો માટેની રમત સ્પર્ધાઓ તા. ૦૪/૧૨/૨૦૨૫ના રોજ તથા શારીરિક ક્ષતિગ્રસ્ત (OH) ખેલાડીઓ માટેની સ્પર્ધાઓ તા. ૦૫/૧૨/૨૦૨૫ના રોજ જિલ્લા રમત સંકુલ (ધાબા ગ્રાઉન્ડ), રાજપીપલામાં યોજાશે. 

નર્મદા જિલ્લાના તમામ શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), માનસિક ક્ષતિગ્રસ્ત (MR), અંધજન તથા શ્રવણ મંદ-શ્રતિવાળા રમતવીરોને વધુથી વધુ સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા અખબારી યાદીના માધ્યમથી અનુરોધ કરાયો છે. 

Related posts

Leave a Comment