હિન્દ ન્યુઝ, નર્મદા
ગુજરાતની જીવાદોરી સમાન ‘નર્મદા યોજના’ એ સરદાર પટેલની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ; ‘સરદાર સરોવર-નર્મદા યોજના’નો વિચાર સરદાર પટેલના મનમાં ઉદ્ભવ્યો હતો.
સરદાર પટેલે નર્મદા યોજનાને રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવવાનું વિચાર્યું હતું જેથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનને તેનો લાભ મળે; સરદાર પટેલના આદેશથી વર્ષ 1947-48માં નર્મદા નદી પર બંધ બાંધવા માટેનો પ્રથમ સર્વે શરૂ થયો.
સરદાર પટેલના મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે તા. 17 સપ્ટેમ્બર, 2017ના રોજ રાષ્ટ્રને અર્પણ કરાઈ.
