તારીખ ૭ થી ૧૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન તબ્બકાવાર આહવા તાલુકાના વિવિઘ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુના કાર્યક્રમો યોજાશે

હિન્દ ન્યુઝ, ડાંગ

   રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ તારીખ ૭ થી ૧૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન આહવા તાલુકાના વિવિઘ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાએ સેવાસેતુના કાર્યક્રમ યોજનાર છે. 

જેમાં આહવા તાલુકામાં આગામી તારીખ ૭/૩/૨૦૨૬ રોજ પ્રાથમિક શાળા ગાડવિહિરમા સેવાસેતુનો કાર્યક્રમ યોજાશે, જેમાં ગાડવિહિર, ચિંચલી, ટાંકલીપાડા, હારપાડા, ગડદ, મોરઝીરા, ડોન, નાંદનપેડા અને કડમાળ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. તારીખ ૯/૩/૨૦૨૬ ના રોજ પ્રાથમિક શાળા ચિકટીયા ખાતે સેવાસેતુનો કાર્યક્રમ યોજાશે. જેમાં હનવંતચોંડ, પિંપરી, ચિકટીયા અને ભવાનદગડ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. તારીખ ૧૧/૩/૨૦૨૬ ના રોજ બોરખલ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુનો કાર્યક્રમ યોજાશે, જેમાં લહના ચર્યા, ચૌક્યા, બોરખેત, લીંગા, કામદ, વાસુર્ણા અને ઉમરપાડા ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે. તેમજ તારીખ ૧૩/૩/૨૦૨૬ ના રોજ પ્રાથમિક શાળા શામગહાન ખાતે સેવાસેતુનો કાર્યક્રમ યોજાશે. જેમાં શામગહાન, બારીપાડા, ચિખલી, પિપલપાડા, ગોટીયામાળ, સોનુનિયા, ભાપખલ, જાખાના, ગલકુંડ, અને માંલેગામ ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે. સેવાસેતુના કાર્યક્રમ દ્વારા ઘરઆંગણે જ લોકોને સરકારની વિવિઘ યોજનાઓ લાભ આપવામાં આવશે જેથી આ તમામ ગ્રામ પંચાયતના લોકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે. 

આ તમામ સેવાસેતુના કાર્યક્રમો સવારે ૯ થી સાંજના ૫ વાંગ્યા સુધી યોજાશે. જેમાં સરકારની વિવિધ સેવાઓ આધારકાર્ડ સંબંધિત સેવાઓ, રાશનકાર્ડ સંબંધિત સેવાઓ, આવકના દાખલા, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, મહેસૂલી રેકર્ડમાં વારસાઇ માટેની અરજી, પ્રાધનમંત્રી જન આરોગ્ય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, આઇસીડીએસ બાળકોના આધારકાર્ડ, નમોશ્રી, ખાતેદાર ખેડૂતના નમૂના ૭/૧૨ સાથે આધારકાર્ડનું જોડાણ, સ્વામિત્વ યોજના, કિશાન ક્રેડિટ કાર્ડ વિગેરે મહેસુલી સેવાઓનો ઘર આંગણે જ લાભ મળશે. તેમ આહવા તાલુકા મામલતદારની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment