આંકોલવાડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     તાલાલા તાલુકાના આંકોલવાડી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછાર અને MOHFWના ડેપ્યુટી સેક્રેટરી મનોજ સિંહાની પ્રેરક ઉપસ્થિતમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તેમજ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આંકોલવાડી ખાતે પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ તકે સ્થળ પર જ ૧૮ આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે આરોગ્ય કેમ્પમાં ૭૨૦ કરતા વધુ લોકોએ નિદાન કરાવ્યું હતું અને ૫૨૦ કરતા વધુ દર્દીઓને ટીબીલક્ષી માર્ગદર્શન અને સારવાર અપાઈ હતી.

આ તકે MOHFWના ડેપ્યુટી સેક્રેટરી મનોજ સિંહાએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ થઈ રહ્યો અને ૨૦૪૭ સુધીમાં જનભાગીદારીથી આપણા દેશને વિકસિત બનાવવાનો છે. વધુમાં તેમણે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ સરકારની કલ્યાણકારી વિવિધ યોજનાકીય માહિતી આપી હતી અને વ્હાલી દીકરી, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના સહિતની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

જ્યારે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યુ હતુ કે, દેશના તમામ લોકોના વિકાસ થકી ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત કરવાની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર કાર્ય કરી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકાર ગ્રામજનોના દ્વારે તો પહોંચી જ છે સાથે જ સ્વચ્છતા હી સેવાના સુત્રને અનુસરી આપણું આંગણું, સ્વચ્છ આંગણુ રાખવામાં આવે અને ગ્રામજનો સમૂહમાં સફાઈ અભિયાનમાં ભાગીદારી નોંધે તેવી ગ્રામજનોને અપીલ કરી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં સ્થળ પર ૧૮થી વધુ આયુષ્માન કાર્ડ કાઢવામા આવ્યા હતા અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં નવા ૦૨ લાભાર્થી નોંધાયા હતાં. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે, ગ્રામજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ પણ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, વિમલભાઈ વાડોદરિયા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યઓ, મામલતદાર નિલેશભાઈ વ્યાસ, નાયબ મામલતદાર સિંધવભાઈ સહિત આંકોલવાડીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment