વન પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ બોખીરા અને દેગામ ખાતે ગામના લોકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી

હિન્દ ન્યુઝ, પોરબંદર

    રંગોના પર્વ ધૂળેટી નિમિત્તે પોરબંદર જિલ્લામાં લોક સંસ્કૃતિ અને લોક પ્રતિનિધિ વચ્ચેનો અનોખો સુમેળ જોવા મળ્યો હતો. વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ બોખીરા અને દેગામ ગામે ઉપસ્થિત રહી ગામજનો સાથે હર્ષોલ્લાસપૂર્વક તહેવારની ઉજવણી કરી હતી.

દેગામ ખાતે મહેર સમાજ તેમજ બોખીરા ગામે આયોજિત દાંડિયા રાસ કાર્યક્રમમાં મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને મંત્રીએ પરિવારના સભ્ય સમાન સાદગીપૂર્વક લોકોની વચ્ચે રહી તેમણે પરંપરાગત દાંડિયા રાસ કાર્યક્રમ માણ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા તેમજ અગ્રણી સર્વ સામતભાઈ ઓડેદરા, ભુરાભાઈ કેશવાલા, વિરમ સુડાવદરા, કેશુ બોખરીયા, અરજણ ભૂતિયા, રામદે બોખરીયા, ગીગન બોખરીયા, માલદે બોખરીયા, વિજય બાપોદરા, ગીગા બોખરીયા, ભરત બોખરીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment