હિન્દ ન્યુઝ, રાજકોટ
વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી અનેક સ્વદેશી કંપનીઓ રાઇઝિંગ સ્ટાર તરીકે ઉભરી આવી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે આગવી ઓળખ ધરાવતું રાજકોટનું હવે વધુ એક ક્ષેત્રે એરોસ્પેસ અને સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરતુ શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ આગામી સમયમાં એરોસ્પેસ ક્ષેત્રે ઊંચી ઉડાન ભરવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી અપનાવો’, ‘મેક ઈન ઈન્ડીયા’, ‘આત્મનિર્ભર ભારત’ના અભિયાનની ભાવનાને ખરા અર્થમાં શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ LLP પ્રતિબિંબિત કરે છે. જે સ્થાનિક ક્ષમતાને વર્લ્ડ-ક્લાસ ઔદ્યોગિક શ્રેષ્ઠતામાં રૂપાંતરિત કરે છે. વાઈબ્રન્ટ ગુજરાત થકી સૌરાષ્ટ્ર એક ઇનોવેશન-ડ્રિવન ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તરીકે વિકસવા માટે તૈયાર થઈ રહ્યુ છે.
