કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાના પાંચમા દિવસે વડોદરાના જાંબુવા સ્થિત સ્કૂલ ખાતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષ સ્થાને સરદાર ગાથા સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, વડોદરા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસર પર પ્રારંભ થયેલ કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાના પાંચમા દિવસે વડોદરાના જાંબુવા સ્થિત સ્કૂલ ખાતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષ સ્થાને સરદાર ગાથા સભા યોજાઈ.

સરદાર પટેલના જીવન-કવનને જાણવા માટે આયોજિત આ સરદાર સભામાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્ય સરકારના મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

ભાષાકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતા જ ભારતની સાચી શક્તિ છે, ‘ભારત એક છે’ એ સંદેશ આ યુનિટી માર્ચનો મુખ્ય સંદેશ છે : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ

રાષ્ટ્રીય પદયાત્રાને વડોદરાવાસીઓએ આપેલો પ્રેમ અને ઉત્સાહ અવિસ્મરણીય છે: કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

આ સરદાર ગાથા સભામાં અગ્રણીઓ, પદાધિકારીઓ, પદયાત્રીઓ, બાળકો અને મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉપસ્થિત રહ્યા.

Related posts

Leave a Comment