ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૨૨ યોજાનાર પરીક્ષા માટે હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, બોટાદ

બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ- ૧૦ અને ધોરણ- ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી શરૂ થનાર હોય જે સંદર્ભ બોર્ડની જાહેર પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ તા.૧૪/૦૩/૨૦૨૨ થી ૧૨/૦૪/૨૦૨૨ ના સવારે ૭-૦૦ કલાકથી સાંજે ૦૬-૩૦ કલાક દરમ્યાન શરૂ કરવામાં આવેલ છે જેની સબંધકર્તાએ નોંધ લેવા વધુમા જણાવાયું છે

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment