હિન્દ ન્યુઝ, નેત્રંગ
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં વરસાદી પાણી ઓસરતાં પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના ઘરોની રૂબરૂ મુલાકાત લઈને તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓનું સ્થળ પર જ સ્ક્રીનિંગ અને તપાસ કરવામાં આવી રહી છે. જરૂરિયાતમંદોને ORS અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાથે જ પીવાના પાણીના કૂવાઓનું ક્લોરીનેશન કરવા ઉપરાંત શાળાના બાળકો અને નાગરિકોને સ્વચ્છતા તથા આરોગ્ય જાગૃતિ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
