છોટાઉદેપુર જિલ્લામાં આગામી ૨ દિવસ ભારે વરસાદની આગાહી સંદર્ભે નાગરિકો માટે સાવચેતીની માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

   હવામાન વિભાગ દ્વારા આગામી ૨ દિવસ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર શાખા દ્વારા જાહેર જનતાની સુરક્ષા અને સલામતી અર્થે ખાસ સાવચેતી રાખવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.


શું કરવું :- 

હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. અતિ આવશ્યક સ્થિતિ સિવાય ઘરની બહાર ન નીકળવું. વીજળીના કડાકા-ભડાકા સમયે ઘરમાં રહેલાં વિદ્યુત ઉપકરણો બંધ રાખવા.પાણી ભરાયેલા વિસ્તારો તેમજ નદી-નાળાઓથી સુરક્ષિત અંતર જાળવવું. મોબાઈલ ચાર્જ રાખવો તેમજ ટોર્ચ, જરૂરી દવાઓ અને ઇમરજન્સી સામગ્રી તૈયાર રાખવી. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.


શું ન કરવું :- 

પાણી ભરેલા રસ્તા, અંડરપાસ કે વહેતા પાણીમાં વાહન ચલાવવું કે પ્રવેશ કરવો નહીં. તૂટી ગયેલા વીજ તાર કે ઝાડ નજીક ઉભા રહેવું નહીં. અફવાઓ ફેલાવવી નહીં કે અવિશ્વસનીય માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવી નહીં. જોખમી સ્થળોએ ફોટા કે વીડિયો (સેલ્ફી) લેવા જવું નહીં. વહેતા પાણીમાં નહાવું, તરવું અથવા રમવા જવું નહીં. ઇમરજન્સીની પરિસ્થિતિમાં ગભરાવું નહીં અને ધૈર્ય જાળવવું.


વીજળીની આગાહી સંદર્ભે ખાસ તકેદારી:- 

ખુલ્લા મેદાનોમાં, વૃક્ષ નીચે, વીજ તારો કે પોલ તથા ઝરાયા ભજુકા નજીક ઊભા રહેવું નહીં. ધાતુની વસ્તુઓનો ઉપયોગ ટાળવો. મોબાઈલ ચાર્જિંગમાં હોય ત્યારે તેનો ઉપયોગ ન કરવો. ઘરમાં હોવ તો બારણા-બારીઓ બંધ રાખવી અને વીજ ઉપકરણો બંધ રાખવા.

Related posts

Leave a Comment