નાગરિકોની સુવિધા માટે ‘સુગમ પોર્ટલ’ વરદાનરૂપ: એક જ સ્થળેથી મળશે મહત્વપૂર્ણ ઓનલાઇન સેવાઓ

હિન્દ ન્યુઝ, બોટાદ 

      ગુજરાત સરકારના ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સરકાર દ્વારા નાગરિકો માટે ‘સુગમ પોર્ટલ’ (Sugam Portal) કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી ઓનલાઇન સેવાઓ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ડિજિટલ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સરકારી કચેરીઓ સુધી આવવામાંથી મુક્તિ અપાવવાનો અને વહીવટી કામગીરીને વધુ ઝડપી બનાવવાનો છે.

            નાગરિકો સરકારની સત્તાવાર વેબસાઇટ https://sugamdigitalgujarat.com/ પર જઈને આ તમામ સેવાઓનો ઓનલાઇન લાભ સંપૂર્ણપણે સુરક્ષિત, ઝડપી અને વિશ્વાસનીય રીતે મેળવી શકે છે.

સુગમ પોર્ટલના મુખ્ય લાભો જોઈએ તો એક જ સ્થળે બહુવિધ સેવાઓ જેમાં વિવિધ પ્રકારના પ્રમાણપત્રો, આવકના દાખલા અને રેશનકાર્ડને લગતી તમામ સેવાઓ હવે એક જ પોર્ટલ પર ઉપલબ્ધ છે. નાગરિકોએ હવે સરકારી કચેરીઓ સુધી આવવાનીજરૂર નથી જેનાથી તેમના સમય અને નાણાં બંનેની બચત થશે.

ઓનલાઇન સિસ્ટમના કારણે અરજીની સ્થિતિ જાણી શકાય છે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક બને છે. ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી ગમે ત્યાંથી અને ગમે ત્યારે અરજી કરી શકાય છે.

  બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા અને ડિજિટલ સેવાનો મહત્તમ લાભ લેવા માટે સરકારી કામકાજ અર્થે આ ઓનલાઇન સુવિધાનો જ ઉપયોગ કરે તેમ જણાવાયું છે.

Related posts

Leave a Comment