જિલ્લાના રેશનકાર્ડ ધારકો હવે ક્યુઆર કોડ સ્કેન કરીને મેળવી શકશે અનાજ

હિન્દ ન્યુઝ, આણંદ

      આણંદ જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવા નવી ડિજિટલ સુવિધાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમા રેશનકાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકશે. ભારત સરકાર તથા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના માર્ગદર્શન મુજબ રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.

રેશનકાર્ડ ધારકોએ તેમને મળવાપાત્ર અનાજની કુપન ઘેર બેઠા ઓનલાઈન જનરેટ કરવા માટે પોતાના સ્માર્ટ ફોનમાં માય રેસન એપ ડાઉનલોડ કરવાની રહેશે. માય રેશન એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓ ઘરે બેઠા પોતાના પરિવારની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા સીબીડીસી પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીઓ હવે પીએનબી ડિજિટલ રૂપી એપ્લિકેશન દ્વારા વાજબી ભાવની દુકાને ક્યુઆર કોડ સ્કેન કરીને સરળતાથી અનાજ મેળવી શકશે.

આ સુવિધાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ પોતાના સ્માર્ટફોનમાં પીએનબી ડિજિટલ રૂપી એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી છે. અનાજ મેળવતા અરજદારો સમયસર ઈ-કેવાયસી કરાવી ડિજિટલ સુવિધાનો લાભ લેવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment