આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ

હિન્દ ન્યુઝ, આણંદ

     એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23 EA, EB, EC, ED, EE, EF, EG EH, EJ, EK અને EL, નોન ટ્રાન્સપોર્ટ LMV સીરીઝ GJ-23-CA, CB, CC, CD, CE, CF, CG, CH, CJ અને CK શરૂ કરવામાં આવી છે.

3W પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AU, AY, AX અને ટ્રાન્સપોર્ટ વાહનમાં GJ23-AW, AT, AY સીરીઝ શરૂ કરવામાં આવી છે અને કંન્ટ્રકશન ઇક્વીપમેન્ટ પ્રકારના વાહનો માટે GJ23-BC સીરીઝ શરૂ કરવામાં આવી છે.

પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.

તા.12/06/2026 ના રોજ બપોરે 4-00 કલાકથી તા.14/06/2026 ના રોજ બપોરે 4-00 કલાક સુધીમાં AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે તેમજ તા.14/06/2026 ના રોજ બપોરે 4-00 કલાકથી તા.16/06/2026 ના રોજ બપોરના 4-00 કલાક સુધીમાં AUCTION નું Bidding કરવાનું રહેશે.

વધુમાં વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી 60 દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જે અરજદારે ખરીદી સમયથી 07 દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવાજ અરજદારો AUCTION માં ભાગ લઇ શકશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આણંદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment