હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના સાંતલપુર તાલુકો રાધનપુર તાલુકો અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અને શહેરી વિસ્તારના ક્રિકેટ ટીમો લેવામાં આવશે. અને ત્રણ તાલુકા ના ભાગ તલેશે જેને લઈને રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા તળામાર તૈયારીઓ કરાવી દેવામાં આવી છે. જેની અંદર રાધનપુર વિધાનસભામાં આવતા 326 બુથ ની બે ટીમો બનાવવામાં આવી છે.જેની અંદર 652 ટીમને રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ક્રિકેટ રમવા માટે દરેક તેમને વિનામૂલ્યે રાધનપુર વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય લોક સેવક દ્વારા કીટ ફ્રી માં આપવામાં આવી રહી છે. સાથે સાથે ક્રિકેટ ટીમ…
Read MoreDay: October 13, 2022
ભાવનગર કલેક્ટર તરીકે પદભાર સંભાળતાં રમેશ મેરજા
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના કલેક્ટર તરીકે આજે રમેશ મેરજાએ પદભાર સંભાળી લીધો છે. ગઇકાલે જ રાજ્ય સરકાર દ્વારા તેમની ભાવનગર કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી અને આજે જ તેમણે તેમનો નવીન પદભાર સંભાળીને તેઓ સમયના પાબંધ છે તેનો પરિચય કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર ખાતે કલેક્ટર તરીકે કાર્યરત યોગેશ નીરગુડેની ગાંધીનગર ખાતે બદલી થતાં આજે સવારે જ તેમણે તેમનો ચાર્જ નવનિયુક્ત કલેક્ટર રમેશ મેરજાને સુપ્રત કર્યો હતો. વર્ષઃ ૨૦૧૨ ની બેચના આઈ.એ.એસ. એવાં રમેશ મેરજા આ અગાઉ ભાવનગરના પાલીતાણા ખાતે ડેપ્યુટી કલેકટર રહી ચૂક્યાં છે. તેથી ભાવનગરની…
Read Moreશિશુવિહાર સંસ્થાના ઉપક્રમે આંગણવાડીના બાળકો અને માતાઓ માટે બાળ મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર દ્વારા ભાવનગર જિલ્લા પંચાયત સંકલિત બાળ વિકાસ યોજના શાખા અને ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી આંગણવાડીનાં બાળકો, કાર્યકરો તથા માતાઓ માટે એક દિવસીય ભૂલકાં- મેળો આયોજિત કરવામાં આવ્યો હતો. આ મેળામાં ભાવનગર જિલ્લાની આંગણવાડીનાં ૨૦૦ થી વધુ બાળકો તથા માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાવનગરનાં મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ધારાસભ્ય સુ વિભાવરીબેન દવે, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ધીરુભાઇ ધામેલીયા, કલેક્ટર યોગેશ નિરગુડે, કમિશનર એન.વી. ઉપાધ્યાય, તથા સી.ડી. પી.ઓ.ની ઉપસ્થિતીમાં શહેર તથા ગ્રામ્ય વિભાગના બાળકોએ અભિનય પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે બાળકોએ તૈયાર કરેલ ચિત્રોથી ઉપસ્થિત…
Read Moreવેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ થી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. મુલાકાતીઓ માટે રાષ્ટ્રીય ઉદ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લો રહેશે. કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ વિસ્તાર, ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે. અહીંનું જૈવ વૈવિધ્ય લોકોના અભ્યાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. મૂક્ત રીતે વિહરતાં કાળીયારો ઉપરાંત વરૂ અને ખડમોર જેવાં વન્યજીવોની ભરતભરમાં સંખ્યા ઘટી રહી છે ત્યારે આ વિસ્તાર અને તેનું વન્યજીવન સં૨ક્ષણ અને લોકોના સહકારથી ખૂબ સારી રીતે સચવાયેલાં છે. ખાસ કરીને ઓકટોબ૨થી ફેબ્રુઆરી મહિના સુધી યાયાવર પક્ષીઓ માટે આ…
Read Moreકેન્દ્રીય વકફ કાઉન્સીલના સભ્ય રસખાઈન પઠાણ ભાવનગર જિલ્લાની મુલાકાતે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય વકફ કાઉન્સીલના સભ્ય અને પ્લાનિંગ અને ફાયનાન્સ કમિટિના ચેરમેન રઇસખાન પઠાણ આજે ભાવનગરની બે દિવસીય મુલાકાતે પધાર્યા છે. તેઓ ભાવનગરમાં સ્થિત વકફ બોર્ડની કેટલી મિલકતો છે અને કઇ હાલતમાં છે તેની સમીક્ષા કરવાં માટે ભાવનગરમાં પધાર્યાં છે. તેમણે આજે ભાવનગર ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકારમાં લઘુમતીઓને જેટલો ન્યાય અને સાથ તથા સહકાર મળ્યો છે તેટલો અગાઉ ક્યારેય મળ્યો નથી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારના સહકારથી દરેક રાજ્યમાં વકફ બોર્ડની કચેરીઓ કાર્યરત થઇ છે અને આ કચેરીઓ દ્વારા…
Read Moreભાવનગર આરોગ્ય શાખા અને જિલ્લા ટી.બી. યુનિટ અને તાલુકા હેલ્થ કચેરી, ભાવનગરનું જિલ્લામાં શંકાસ્પદ ટી.બી.ના દર્દીને શોધી કાઢવાં સંયુક્ત સઘન સર્વેલન્સ
હિન્દ ન્યુઝ, ભાવનગર પહેલાના સમયમાં ટી.બી.ને રાજ રોગ ગણવામાં આવતો હતો. કારણ કે, તે એક વાર જે વ્યક્તિને થાય તે તેમાંથી ક્યારેય છૂટકારો મેળવી શકતો ન હતો. તે જમાનામાં તે માટેની જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ નહોતી તેને કારણે તેના દર્દીઓ પણ ઘણાં જોવાં મળતાં હતાં. દર્દીને સમાજથી દૂર રાખવામાં આવતો હતો. આ ઉપરાંત ટી.બી. રોગનો ખૂબ જ મોટો હાઉ સમાજમાં હતો. આ ઉપરાંત તેનો મરણઆંક પણ ઉંચો જોવાં મળતો હતો. પરંતુ સમયની સાથે આધુનિક સારવાર અને આરોગ્ય વિભાગની કાળજીને કારણે આજે તેના પર અંકુશ મેળવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત…
Read More