વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ થી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. મુલાકાતીઓ માટે રાષ્ટ્રીય ઉદ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લો રહેશે. કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ વિસ્તાર, ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે. અહીંનું જૈવ વૈવિધ્ય લોકોના અભ્યાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. મૂક્ત રીતે વિહરતાં કાળીયારો ઉપરાંત વરૂ અને ખડમોર જેવાં વન્યજીવોની ભરતભરમાં સંખ્યા ઘટી રહી છે ત્યારે આ વિસ્તાર અને તેનું વન્યજીવન સં૨ક્ષણ અને લોકોના સહકારથી ખૂબ સારી રીતે સચવાયેલાં છે.

ખાસ કરીને ઓકટોબ૨થી ફેબ્રુઆરી મહિના સુધી યાયાવર પક્ષીઓ માટે આ વિસ્તાર અભય સ્થાન છે. હેરીય૨ કુળના (પટ્ટાઈઓ) પક્ષીઓનું સામૂદાયિક રાત્રી રોકાણ આ રાષ્ટ્રીય ઉદ્યાનને સમગ્ર વિશ્વમાં નોંધ લેવા પ્રેરે છે.

પ્રવાસીઓને રાત્રી રોકાણ માટે ઈકો-ટૂરિઝમ ડેવલપમેન્ટ કમિટિ, વેળાવદર હસ્તકની ડોરમેટરીમાં જ બુકીંગ ઉપલબ્ધ રહેશે. તમામ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને અગાઉથી બુકીંગ માટે મો. નં. ૬૩૫૩૨ ૧૫૧૫૧ ૫૨ સંપર્ક ક૨વાં મદદનીશ વન સંરક્ષક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment