કલ્યાણપુરા પ્રાથમિક શાળા મા નવરાત્રી મહોત્સવ ની ધામધૂમ પૂર્વંક ઉત્સાહભેર ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના કલ્યાણપુરા પ્રાથમિક શાળા મા નવરાત્રી મહોત્સવ ની ધામધૂમ પૂર્વંક ઉત્સાહભેર અનોખી રીતે ઉજવણી કરાઈ. નાના ભૂલકાઓ બાળાઓ એ ગરબા નો ગરબા શણગાર કર્યો તેમજ ક્રમ રીતે ઇનામો આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ મા કલ્યાણપુરા પ્રાથમિક શાળાના આચાર્ય નીરવ દવે, શિક્ષકગણ, મધ્યાહન ભોજન સંચાલક કે.એલ.સાધુ તેમજ કલ્યાણપુરા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Read More

ચોટીલા ડુંગર તળેટી ખાતે ગાંધીનગર આયોજીત શક્તિ પર્વ – ૨૦૨૨ યોજાયો 

હિન્દ ન્યુઝ, ચોટીલા ચોટીલામા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત શક્તિ પર્વ ૨૦૨૨ ચોટીલા ડુંગર તળેટી ખાતે શરુ થયો. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા કાર્યક્રમમા હાજર રહ્યા અને માં ચામુંડાની આરતી ઉતારી અને કાર્યક્રમની શરૂઆત કરાવી. ખૈલેયાઓ મન મુકીને ગરબા રમતા જોવા મળ્યા સાથે સાથે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા પણ ગરબા રમ્યા. મોટી સંખ્યામા ચોટીલાનાં રેહવાસીઓ અને ભાજપ ના આગેવાનો એ નવરાત્રીના આ પર્વમા ઉપસ્થિત રહી માં આદ્યશકિત નાં આશીર્વાદ મેળવ્યા. રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા    

Read More

રાધનપુર નગરપાલિકા કક્ષા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા કક્ષા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,રાધનપુર ગાંધીચોક લોહાણા મહાજન વાડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં રાધનપુર શહેરીજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તા.૦૧/૧૦/૨૦૨૨ શનિવાર ના રોજ રાધનપુર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ તેમાં રાધનપુર નાયબ કલેકટર, રાધનપુર મામલતદાર, રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, નગરપાલિકા ના પ્રમુખ કાનજીભાઈ ડી.પરમાર દ્વારા દીપ પ્રાગટય કરી લાભાર્થી ઓ માટે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. આ પ્રસંગે ખુબ મોટી સંખ્યામાં રાધનપુર નગરપાલિકા વિસ્તાર ના લોકો પોતાની કામગીરી કરાવવા માટે ઊપસ્થિત રહ્યા હતા. રાધનપુર…

Read More

સંખેશ્વર પ્રેમ પ્રકરણ ની અદાવત મા સરેઆમ જાહેર મા હત્યા, ત્રણ ઈશમો સામે ફરિયાદ

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ધોળા દિવસે મર્ડર થતાં ચકચાર મચી જવા પામી છે. શંખેશ્વર મા અવારનવાર કાયદા નો ડર ના હોઈ તે રીતે ધોળા દિવસે હત્યાઓ થઇ રહી છે. થોડા સમય અગાઉ ગઢવી સમાજ ના યુવક નું ભરચક વિસ્તાર મા મર્ડર થયું હતું. જે શાહી હજુ સુકાઈ નથી ત્યાંતો બીજી હત્યા ની ઘટના સામે આવતા હાલતો શંખેશ્વર ખાતે ચકચાર મચી જવા પામ્યો છે. શંખેશ્વર ના ધનોરા ગામે પ્રેમ પ્રકરણ અદાવત રાખી એક વ્યક્તિ ની સાંજના સુમારે સરાજાહેર હત્યા કરી દેવામાં આવી હતી. ગઈ કાલે હત્યા નો બનાવ…

Read More

તા. ૦૨-૧૦-૨૦૨૨નાં હોકી મેચ અને સ્વિમિંગ ઇવેન્ટનો કાર્યક્રમ

નેશનલ ગેમ્સ – ૨૦૨ હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે. મહિલા…

Read More

વિકાસને વેગવંતો બનાવવા આપણે હંમેશા તત્પર રહીએ- વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ ભુજ નજીક હરિપર ખાતે નિર્માણ થનારા વિવિધ સીસીરોડનું વિધાનસભા અધ્યક્ષાડો. નિમાબેન આચાર્યે ખાતમુહૂર્ત કર્યું હતું  આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ બનાવવામાં આવી રહ્યાં છે ત્યારે આપણે વિકાસમાં ભાગીદાર બનીએ અને વિકાસને વેગવંતો બનાવીએ. વધુમાં જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિમાં ગામે ગામ અને શહેરે શહેરોમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે આપણે પણ આ વિકાસમાં ભાગીદાર બનીએ અને આગળ વધીએ. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ વિસ્તારના વિવિધ વિકાસકામોની વાચા…

Read More