હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ધોળા દિવસે મર્ડર થતાં ચકચાર મચી જવા પામી છે. શંખેશ્વર મા અવારનવાર કાયદા નો ડર ના હોઈ તે રીતે ધોળા દિવસે હત્યાઓ થઇ રહી છે. થોડા સમય અગાઉ ગઢવી સમાજ ના યુવક નું ભરચક વિસ્તાર મા મર્ડર થયું હતું. જે શાહી હજુ સુકાઈ નથી ત્યાંતો બીજી હત્યા ની ઘટના સામે આવતા હાલતો શંખેશ્વર ખાતે ચકચાર મચી જવા પામ્યો છે.
શંખેશ્વર ના ધનોરા ગામે પ્રેમ પ્રકરણ અદાવત રાખી એક વ્યક્તિ ની સાંજના સુમારે સરાજાહેર હત્યા કરી દેવામાં આવી હતી. ગઈ કાલે હત્યા નો બનાવ બનતા એક વ્યક્તિ નું મોત નીપજ્યું છે. આ બનાવ બનતા શંખેશ્વર સમગ્ર પંથક મા અરેરાટી વ્યાપી ગઈ છે. ધનોરા ગામે રહેતા આંબુભાઇ ના દીકરા ને ગામના જ એક સમાજની દીકરી સાથે પ્રેમ હોઈ તે અદાવત રાખી હત્યા કરી દેવામાં આવી હોવાની શંખેશ્વર પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધવામાં આવી છે.

ધનોરા ગામના નાડોદા દાનાભાઇ ભગાભાઇ તેમના ભાઈ આંબુભાઇ અને તેમનો ભાણો લાલાભાઇ ટ્રેક્ટર લઇ દાંતીસાણા ગામની સીમમાં આવેલ ખેતરે ખેડ કરવા ગયેલ તે સમય પરત આવતા હતા ત્યારે દાંતીસણા અને ધનોરા વચ્ચે જયંતીભાઈ પટેલ ના બોર ની આગળ રોડ પર હમીરદાન સંકરદાન ગઢવી, લક્ષ્મણદાન સંકરદાન અને ફુલદાન અવળ દાન રોડ પર ધારિયા લઈને ઉભા હતા તે સમય એ ટ્રેક્ટર નીકળતા આડા ઉભા રહી ટ્રેક્ટર ઉભું રખાવીને આંબુભાઇ ને નીચે બોલાવી ધારિયા વડે હુમલો કરતા આંબુભાઇ ની લોહી લુહાણ હાલત થઇ ગઈ હતી. તે સમય એ ટ્રેક્ટર પર બેઠેલા તેમના ભાઈ ટ્રેક્ટર થી નીચે ઉતરી બુમાબુમ કરતા આજુબાજુ ના લોકો એકઠા થતાં ત્રણેય ઈશમો નાસી છૂટ્યા હતા ત્યારબાદ એમ્બ્યુલન્સ 108 ને બોલાવી શંખેશ્વર રેફરલ હોસ્પિટલ મા દાખલ કરવામાં આવ્યા હતાં. પરંતુ વધુ ઘા વાગેલ હોઈ વધુ સારવાર અર્થે પાટણ ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતાં. ત્યાં ડૉક્ટર એ મૃત જાહેર કર્યા હતા. આમ ત્રણેય ઈશમો વિરુદ્ધ IPC ની કલમ – 302, 114, 34 અને GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી પોલીસ એ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર


