રુ. ૩૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા હાજીપીર-દેશલપર રોડનું ખાતમુર્હત કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ             પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ હાજીપીરના શ્રદ્ધાધામ હાજીપીર ગામે વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે રુ. ૩૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧૬ કિલોમીટરના દેશલપર-હાજીપીર રોડનું આજરોજ ખાતમુર્હત  ખાતે કર્યું હતું.             ભુજ તાલુકાના ઢોરોથી હાજીપીર ગામ વચ્ચે હયાત ૩.૭૫ મીટર માંથી સાત મીટર પહોળા અને રીસર્ફેસિંગ થનાર આ માર્ગથી પવિત્ર હાજીપીર યાત્રાધામમાં રાજ્યભરમાંથી આવનારા લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે આ માર્ગ શ્રદ્ધાળુઓ માટે તેમજ ઢોર,લુડબાઈ હાજીપીર ગામના ૩૦૦૦ ઉપરાંત રહેવાસી લોકોને ઉપયોગી બનશે. આ માર્ગ નિર્માણથી આ માર્ગ પર આવેલી મીઠાની કંપનીઓના અંદાજે ૫૦૦ થી ૬૦૦ ભારે વાહનોની વહનક્ષમતાને…

Read More

 ત્રૈઈજાર યાત્રાધામ ખાતે અધ્યક્ષાએ માથુ ટેકવી જનસુખાકારીની પ્રાર્થના કરી

હિન્દ ન્યુઝ, ભુજ             રૂ. ૧ કરોડના વિકાસકામોની મંજુરી શ્રી ત્રૈઈજાર મંદિર યાત્રાધામ પ્રવાસન તરીકે મળવાથી પ્રવાસન હબ તરીકે વિશ્વ પ્રસિધ્ધ કચ્છમાં દાદા માતંગ ધણી અને શ્રી ત્રૈઈજારના લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓની  પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે. સરકાર દ્વારા થનારા અને પ્રવાસન વિકાસથી માત્ર યાત્રાળુ અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ જ નહિ પરંતુ તેના વિકાસના પગલે ભવિષ્યમાં સ્થાનિકોની રોજગારીની તકો માં પણ વધારો થશે એમ વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.          કચ્છ -ભુજ તાલુકાના રાયધણપર ગામ ખાતે મા કાલી, મા સરસ્વતી અને મા લક્ષ્મીજીના “શ્રી ત્રૈજાર યાત્રાધામ ખાતે “શ્રી ત્રૈઈજાર યાત્રાધામ મહોત્સવ…

Read More

તા. ૧૦-૧૦-૨૦૨૨નાં હોકીની સેમી ફાઈનલ મેચનો કાર્યક્રમ જાહેર કરતી રાજકોટ મહાનગરપાલિકા

હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન યોજાયેલ છે.  મહિલા હોકી ટીમ પૂલ A પૂલ B ઓડિશા કર્ણાટક હરિયાણા ઝારખંડ ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત મધ્ય પ્રદેશ પુરુષ હોકી ટીમ પૂલ એ પૂલ બી હરિયાણા તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક પશ્ચિમ…

Read More

પદ્મશ્રી નારાયણ જોશી ‘કારાયલ’ નો કચ્છી સાહિત્યકલા સંઘ દ્વ્રારા મોરઝર ખાતે સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ               વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે પદ્મશ્રી નારાયણ જોશી ’કારાયલ’ના નખત્રાણા તાલુકાના મોરઝર ગામે “સંત પુંજલડાડા જો અખાડો” ખાતે કચ્છી સાહિત્યકલા સંઘ, મોરઝર દ્વારા કરાયેલા સન્માનમાં પ્રેરક હાજરી આપી હતી.            પદ્મશ્રી સન્માન અને ગ્રંથ પ્રકાશનના અવસરે પધારેલા વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ‘“પદ્મશ્રી નારાયણ જોશી ’કારાયલ’  ગુજરાત અને કચ્છનું ગૌરવ છે, જેને પોંખવાનું સૌભાગ્ય આજે મળ્યું છે. કચ્છી સાહિત્યને, કચ્છી બોલીને સમૃધ્ધ કરવાના તેમના પ્રયાસો પ્રશંસનીય છે. મા કચ્છી બોલીના સેવાવ્રતધારી પદ્મશ્રી નારાયણ જોશીનું પોતાના વિસ્તારના લોકોમાં સન્માન થાય તેનો આનંદ છે. સારસ્વતોનું સન્માન સમાજ અને…

Read More

રાધનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા રાધનપુરમાં રાસ-ગરબાની રમઝટ જામી

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી પૂર્ણ થયા બાદ રાત્રે શિશુમંદીરના પટાંગણમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.પરિષદના પ્રમુખ અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.સી.એમ.ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. આ કાર્યક્રમમાં લકી ડ્રોનું પણ આયોજન થયેલ હતું, જેમાં વિજેતા ખેલૈયાઓને ઈનામના દાતા તરીકે ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો હતા.સમગ્ર કાર્યક્રમના સહયોગી દાતા તરીકે અમથાભાઈ ચૌધરી, ફરશુભાઈ ગોકલાણી, દિનેશભાઈ ઠક્કર(ભાભરવાળા), ડૉ.પ્રકાશભઈ પિંડારિયા, ભાવેશભાઈ (તુલસી પ્લાયવુડ), રાજુભાઈ વનજાની તેમજ વિજયભાઈ વનજાની હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી કરીને થઈ…

Read More

ખેડૂતોનું કલ્યાણ એ જ રાજ્ય સરકારનો નિર્ધાર રાજ્યના ખેડૂતોના હિતમાં રૂ. ૨૨૫ કરોડનું સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર: પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું છે કે, ખેડૂતોનું કલ્યાણ એ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી જનહિતલક્ષી સરકારનો નિર્ધાર છે. ખેડૂત કલ્યાણના મંત્રને વરેલી રાજ્ય સરકારે ખેડૂતના હિત માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે. કુદરતા આપદા હોય કે અન્ય આપત્તિ કાળમાં જ્યારે જ્યારે પણ ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે ત્યારે ખેડૂતોનું બાવડું પકડીને બેઠા કરવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. આજે ગાંધીનગર ખાતે આરોગ્ય અને જળ સંપતિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયાને વિગતો આપતા…

Read More