હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યના 19 જિલ્લાઓની 89 વિધાનસભા બેઠકો માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022નું પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકાર થકી સહભાગી થવા સૌ મતદારોને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અપીલ કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત તા. 01 ડિસેમ્બરને ગુરૂવારના રોજ પ્રથમ તબક્કામાં રાજ્યના 19 જિલ્લાઓની 89 બેઠકો માટે 14,382 મતદાન મથક સ્થળો પર કુલ 25,430 મતદાન મથકો ખાતે મત આપવાનો પવિત્ર અવસર યોજાવાનો છે. લોકશાહીના આ અમૂલા અવસરમાં 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારના ઉપયોગ થકી સહભાગી થઈ શકશે. તમામ મતદારો મતદાનની આ નૈતિક જવાબદારીને…
Read MoreMonth: November 2022
નર્મદા નહેરના પાણીમાં ન્હાવા, કપડા ધોવા, પગ પલાળવા, માછીમારી કરવા પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં નર્મદા યોજનાની (કચ્છ શાખા) નહેર રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુંદરા અને માંડવી તાલુકાઓમાંથી પસાર થાય છે. આ નહેરમાં સિંચાઇ કરવા અને ટપ્પર ડેમ ભરવા માટે કચ્છ શાખા નહેરમાં પાણીનું વહન થતું હોય છે, જે દરમ્યાન નહેરમાં પાણીની સરેરાશ ઉંડાઇ ૩ થી ૪.૫ મીટર સુધી હોય છે. આ નહેરના પાણીમાં ન્હાવા, કપડા ધોવા, પગ પલાળવા, માછીમારી કરવા કે અન્ય કોઇ પણ હેતુસરથી જે ઇસમો જાય છે તેઓના નહેરના પાણીમાં પડવાથી અકસ્માત થતાં દુઃખદ અવસાન થવાના ઘણા બનાવો બને છે. જે બનાવો અટકાવવા અને આવા બનાવો ન…
Read Moreભાવનગર જિલ્લામાં ૪૯ મતદાન મથકો સખી મતદાન મથકો તૈયાર કરાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ ૯૯-મહુવા, ૧૦૦-તળાજા, ૧૦૧-ગારીયાધાર, ૧૦૨-પાલિતાણા, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય, ૧૦૪-ભાવનગર પૂર્વ અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ મતદાર વિભાગમાં કુલ ૪૯ મતદાન મથકો “ખાસ સખી મતદાન મથક” તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. ૯૯-મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં ૧૨૧ મહુવા-૨૫, ૧૨૩ મહુવા-૨૭, ૧૨૫ મહુવા-૨૯,૧૩૮ મહુવા-૪૨,…
Read Moreધંધા-રોજગાર-ઔદ્યોગિક એકમોના નોકરીયાતો-કામદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અનુક્રમે તા.૦૧ ડિસેમ્બર અને તા.૦૫ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાનાર છે. જેમાં કામદારો/નોકરીયાતો સહિત કોઈપણ ધંધાર્થી મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે કે, મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ, કોઈપણ ધંધા- રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી-કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું-પગાર મેળવતાં હોય તે મહેનતાણું-પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા…
Read Moreમહુવામાં કળસાર પ્રાથમિક શાળા ખાતે લાકડાનાં રમકડાં, નાળિયેરી અને દરિયો દર્શાવતી થીમ ઉભી કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર અલગ અલગ થીમ આધારિત એક મતદાન બુધ ઊભું કરવામાં આવનાર છે. જેમાં ૯૯-મહુવા બેઠકના કળસાર પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથકમાં મહુવાની ઓળખ સમાં મહુવાના લાકડાનાં રમકડાં, નાળિયેરી અને દરિયો દર્શાવતી થીમ આધારિત મતદાન મથક બનાવવામાં આવનાર છે આ થીમની વિશેષતા એ છે કે, મહુવાના મતદારોને પોતીકા પણાનો અહેસાસ થાય અને મતદાન કરતી વખતે મહુવાની વિશેષતા જાણવા મળે એ હેતુથી મહુવાના ઓળખ સમુ મતદાન મથક તૈયાર…
Read Moreસિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૧૭-૧૨-૨૦૨૨ થી તા.૧૮-૧૨-૨૦૨૨ નાં સમયગાળા દરમ્યાન ભાવગર એરઅપોર્ટ સ્થિત CISF યુનિટનાં જવાનોને વાર્ષિક ટ્રેનિગનાં ભાગરૂપે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ-…
Read Moreચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે ભાવનગર જિલ્લા ચુંટણીતંત્ર સજ્જ : જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે.પારેખ
હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ અંતર્ગત આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ચુંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભાઓની તૈયારીઓનું વિગત આપતા જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખ એ પત્રકાર પરીષદ યોજીને જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં મતદારયાદીની આખરી સુધારણાના અંતે ૧૮,૩૧,૮૯૨ મતદારો નોંધાયેલા છે. જેઓ લોકશાહીના મહાપર્વમાં તા.૧લી ડિસેમ્બરના રોજ સવારે ૮.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વધુમાં તેમણે કહ્યું કે, જિલ્લામાં ૧૮૬૬ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૯૩૬ મતદાન મથકો પર…
Read Moreગીર સોમનાથ ખાતે ‘ધમાલ નૃત્ય’ જેવી સીદી સંસ્કૃતિના ચિત્રોથી સજાવાયું‘ વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભાના મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા માટે મતદારો આતુર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ૯૧-તાલાલા વિધાનસભા મતવિસ્તારના માધુપુરમાં આફ્રિકાથી આવીને વસેલા એવા સીદી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બૂથમાં લીલી વેલ અને સૂર્યના ચિત્રો વચ્ચેના લખાણ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાથી મતદારોને મીઠો આવકાર મળશે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ જેનો મતલબ થાય છે કે આખી પૃથ્વી મારો પરિવાર છે. આપણો ઈતિહાસ એ બાબતની સાક્ષી પૂરે છે કે ભારત અન્ય દેશની ભાષા અને ધર્મને સ્વીકારીને તેમજ રૂપરંગ,…
Read Moreગીર સોમનાથમાં મતદાનનું મહાપર્વ, ઝોનલ રૂટ પ્રમાણે ચૂંટણી સ્ટાફ રવાના
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાતના આંગણે વિધાનસભાનું મહાપર્વ આવી ચૂક્યું છે ત્યારે આ અવસરમાં સહભાગી બનવા ગીર સોમનાથમાં તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ઈવીએમ અને વીવીપેટ સહિત વિવિધ પ્રકારની ચૂંટણીનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. જિલ્લાની ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨-કોડીનાર અને ૯૩-ઉના એમ ચાર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે રિસિવિંગ સેન્ટર અને ડિસ્પેન્ચરી સેન્ટર ખાતેથી ઝોનલ રૂટ પ્રમાણે ચૂંટણી સાહિત્ય સાથે ફરજ પરના સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો. ૯૦-સોમનાથમાં સવારે સાત વાગ્યાથી ચૂંટણી પરના ફરજ પર રહેલા તમામ સ્ટાફ સોમનાથ…
Read Moreભાવનગરમાં “મતદાર જાગૃતિ” વિષય પર તા. ૨૭ નવેમ્બરનાં રોજ રંગોળી સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભા ચૂંટણીના અનુલક્ષીને ભાવનગરમાં મતદારોને મતદાન કરવા અંગે જાગૃત કરવા માટે “અવસર” નોડલ ઓફિસર, ચૂંટણી પંચ, સ્વીપ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભાવનગર અને કલાસંઘ સંસ્થા દ્વારા જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખ નાં માર્ગદર્શન હેઠળ રંગોળી સ્પર્ધાનું આયોજન તા. ૨૭ નવેમ્બરને રવિવારના રોજ કરવામાં આવ્યું છે રવીવારે સવારે ૭ થી ૯ વાગ્યા સુધી રૂપાણી સર્કલ ખાતે ૭૫ જેટલા સ્પર્ધકો ભાગ લઈને આકર્ષક રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવશે. ભાવનગરની જનતા સવારે ૭ થી ૯ વાગ્યા સુધી રૂપાણી સર્કલ ખાતે રંગોળી નિદર્શન કરી શકશે.…
Read More