હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના યુવાનોને સંરક્ષણદળમાં કારકિર્દી ઘડતરની ઉજ્જવળ તક મળી રહે તેવા હેતુસર ઓક્ટોબર-૨૦૨૨માં રાજકોટ ખાતે યોજાયેલ થલસેના ભરતી રેલી અંતર્ગત લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારોને લેખિત કસોટીની પૂર્વ તૈયારી માટે ૧૫ દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં લેખિત કસોટીની પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ વિષય તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન તેમજ સંદર્ભ સાહિત્ય આપવામાં આવશે. તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ થલસેના ભરતી કાર્યાલય દ્વારા મેળવેલ એડમીટ કાર્ડની નકલ કચેરીના WHATSAPP NO ૯૯૧૩૪ ૫૬૦૧૨ પર મોકલાવી અથવા રૂબરૂ જિલ્લા રોજગાર વિનિમય કચેરી…
Read MoreMonth: December 2022
ભાવનગર જિલ્લામાં ગૌશાળા તથા પાંજરાપોળોને નિભાવ સહાય આપવા અંગે બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં ગૌશાળા તેમજ પાંજરાપોળોને નિભાવ સહાય આપવામાં આવશે અને ગૌવંશના બિનવારસી પશુઓના નિભાવની યોજનાની અમલવારી કરવામાં આવશે. રાજયમાં ગૌવંશના નિભાવ માટે ૪૯૦ કરોડ રૂપિયા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે તેમજ ૫૦ કરોડ રૂપિયાની ફાળવણી ગૌવંશના બિનવારસી પશુઓના નિભાવ માટે સહાય યોજના માટે ફાળવણી કરવામાં આવી છે આ બન્ને યોજનના અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખ એ જિલ્લા અને તાલુકા કક્ષાની કમિટીની રચના કરી અધિકારીઓ માટે બેઠક બોલાવી હતી. આ યોજના અમલ માટે રચાયેલી જિલ્લા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેકટર, સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારી અને સભ્ય સચિવ…
Read Moreપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાના અવસાનથી ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા
હિન્દ ન્યુઝ, ભાવનગર અખબારી યાદીમાં મંત્રીએ જણાવ્યું હતુ કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના પૂજ્ય માતૃશ્રી હીરાબાના દેવલોક ગમનથી સમગ્ર ભારત અને ગુજરાતના લોકો શોકની લાગણી અનુભવી રહ્યા છે. પૂજ્ય હીરા બા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. એક માં અને પુત્ર વચ્ચેના પ્રેમને સમગ્ર વિશ્વએ નજર સમક્ષ જોયેલો છે એના આપડે સૌ સાક્ષી છીએ. રાષ્ટ્રના મહાપુરૂષ અને માન. પ્રધાનમંત્રીએ પોતાની માતાની અંતિમક્રીયા કાંધ આપીને એકદમ સાદગીથી પૂર્ણ કરી તેમાંથી પણ આપણે સૌએ પ્રેરણા લેવા જેવી છે. આજના આ દિવસે ન માત્ર ગુજરાત પરંતું સમગ્ર રાષ્ટ્રએ…
Read Moreભાવનગરમાં એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળોને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળો ને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કું. લી ઉપક્રમે નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસેમ્બર માસ ૨૦૨૨ દરમિયાન જિલ્લાના સ્વ. સહાય જૂથોને વિવિધ બેન્કો દ્વારા ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવેલ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલોવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ડિસેમ્બર ૨૦૨૨ માસ દરમ્યાન વિવિધ બેન્કો દ્વારા ₹ ૧૨૦.૯૩ લાખનું ધિરાણ…
Read Moreશેત્રુંજી સિંચાઇ યોજનામાં રબી-ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે પાણી મેળવવા માટે મુદત વધારાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર શેત્રુંજી સિંચાઇ યોજનામાં રબી – ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ માંગવામા આવેલ પરંતુ સિંચાઇ માટેના પુરતા પ્રમાણમાં ફોર્મ આવેલ ન હોઇ, અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી લંબાવવામાં આવે છે. જેથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમા સિંચાઇના ફોર્મ અચુક ભરી દેવા. મુળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રબી – ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમા તાત્કાલિક અસરથી ભરી જવા ભાવનગર જળ સિંચન વિભાગની યાદીમાં જણાવાયુ છે.
Read Moreએન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્યાજની સબસીડી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટશાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકેબલ યોજના (SEP-G) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ. ૨,૦૦,૦૦૦/-ની વ્યક્તિગત લોન મળવાપાત્ર છે તેમજ રૂ. ૧૦,૦૦,૦૦૦/-ની મહત્તમ મર્યાદામાં જૂથલોન પણ રાષ્ટ્રીયકૃત બેંક મારફત મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ, બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય…
Read MoreDAY-NULM દ્વારા ધંધો રોજગાર શરૂ કરવા માટે બેંકો મારફતે ૨ લાખની વ્યક્તિગત લોન અને ૧૦ લાખ સુધીની જૂથલોન મળશે
રોજગાર વાંછુક લોકો જોગ હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટશાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકેબલ યોજના (SEP-G) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ. ૨,૦૦,૦૦૦/-ની વ્યક્તિગત લોન મળવાપાત્ર છે તેમજ રૂ. ૧૦,૦૦,૦૦૦/-ની મહત્તમ મર્યાદામાં જૂથલોન પણ રાષ્ટ્રીયકૃત બેંક મારફત મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ, બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ૪૨૩ કર્મચારીઓ/અધિકારીઓને ઉચ્ચતર પગારધોરણ તથા સ્વૈચ્છિક નિવૃત/અવસાન પામેલ સફાઇ કામદારોના ૧૧ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંકને મંજૂરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકામાં તા.૨૭/૧૨/૨૦૨૨ના રોજ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટિનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓને ગુજરાત સરકારશ્રીના તા.૧૯/૧૦/૨૦૨૨ના નાણા વિભાગના ઠરાવ મુજબ કર્મચારીઓ માટે ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે ઉચ્ચતર પગારધોરણ આપવાની યોજના મુજબ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણ તથા સ્વૈચ્છિક નિવૃત/અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ સહાયક તરીકે નિમણૂંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવેલ. ડી.પી.સી. કમિટિમાં જે-જે કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકામાં ૧૦ વર્ષ, ૨૦ વર્ષ અને ૩૦ વર્ષનો ફરજનો સમયગાળો પુર્ણ કરેલ હોય તેવા વર્ગ-૦૩ના કુલ-૧૩૦ કર્મચારીઓનો ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા વર્ગ-૦૪ના…
Read Moreપંચમહોત્સવનો છઠ્ઠો દિવસ, લોકગાયિકા કિંજલ દવે દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાઈ
હિન્દ ન્યુઝ, ગોધરા પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. પંચમહોત્સવના છઠ્ઠા દિવસે લોકગાયિકા કિંજલ દવે દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી થઈ હતી. ગાંધીનગર મેગી રોકર્સ ગ્રુપ દ્વારા ફ્યુઝન ગરબા રજુ કરાયા હતા. શ્રી વિજાનંદ દ્વારા રાવણહથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું.સુશ્રી આસ્થા જોશી ગ્રુપ દ્વારા ભરતનાટ્યમ રજુ કર્યુ હતું. અત્રેના પંચમહાલ જિલ્લાના સ્થાનિક કલાકારોશ્રી બહાદુર ગઢવી અને કાર્તિક પારેખ દ્વારા ગીતોની રમઝટ…
Read Moreકેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ બોટાદના નાવડા ખાતે પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યનાં જળ સંપત્તિ અને પાણી પૂરવઠા, અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ આજરોજ બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના નાવડા ખાતે પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મંત્રીએ નાવડા ખાતે સ્થિત પંપિંગ સ્ટેશન તેમજ અન્ય નિર્માણાધિન બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના સ્થળની પણ મુલાકાત લઈ તમામ કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના અધિકારીઓ પાસેથી આ કાર્ય કેટલા સમયમાં પૂર્ણ થશે તેમજ ઉનાળામાં આ વિસ્તારમાં પાણી વિતરણની ક્યાં પ્રકારની વ્યવસ્થા છે તે બાબતે પણ જાણકારી મેળવી હતી. આ તકે નાવડાનાં સ્થાનિક આગેવાનોએ કેબિનેટ મંત્રીનું ફુલહાર…
Read More