સાંતલપુરની ગરામડી માઇનોર કેનાલમાં ખેડૂતોને પાણી નહીં મળતા પાક સુકાવા લાગ્યો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી માઇનોર કેનાલમાં હાલમાં જરૂરિયાતના સમયે પાણી આપવામાં નહિ આવતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળ્યો છે.અને પાણી કેનાલમાં નહિ આવતા ખેડુતોના ખેતરોમાં વાવેતર કરવામાં આવેલ જીરું અને એરંડા સહિતનો પાક સુકાવા લાગ્યો હતો.ત્યારે ખેડૂતો દ્વારા અનેંક રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા પાણી આપવા બાબતે ઉદાસીનતા દાખવતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. ખેડૂતો દ્વારા ખેતરોમાં લાખોના ખર્ચાઓ કરીને વાવેતર કરવામાં આવેલ છે. હાલમાં ખેડૂતોને પાણીની જરૂરિયાત છે ત્યારે ગરામડી માઇનોર કેનાલમાં પાણી નહિ આવતા કેનાલના આધાર પર રહેલા 150 જેટલા…

Read More

ઓલ ઇડિંયા રામાનુજન મેથ્સ કલબ-ગુજરાત ચેપ્ટર રાજય કક્ષાનો ગણિત મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર ઓલ ઇડિંયા રામાનુજન મેથ્સ કલબ-ગુજરાત ચેપ્ટર રાજય કક્ષાનો ગણિત મહોત્સવ યોજાયો હતો. ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, ચલાલા, તા.ધારી, જિલ્લો. અમરેલી આયોજિત રાજય કક્ષાનો ગણિત મહોત્સવ હરિબા મહિલા કોલેજ,ચલાલા મુકામે તા.૧૭-૧૮ ડિસેમ્બર દરમ્યાન યોજાઇ ગયો. જેમાં આ ગણિત મહોત્સવ માં શેઠ કે.બી. વકીલ હાઇસ્કુલ, રાધનપુર ના ચૌધરી મનોજ જયંતિભાઇ એ રોલ પ્લે સ્પર્ધા માં સમગ્ર રાજયમાં બીજો નંબર મેળવ્યો છે.કવિઝ સિનિયર સ્પર્ધા માં ચૌધરી મનોજ તેમજ ઠાકોર પ્રિન્સે ભાગ લઇ સમગ્ર રાજયમાં બીજો નંબર મેળવ્યો છે તેમજ ઇનોવેટિવ મોડલ સ્પર્ધા માં દરજી ધામિઁક મનોજભાઇ તેમજ ઠાકોર પ્રિન્સે ગણિત રસપ્રદ…

Read More

લુંટની કોશીશના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં શોધી કાઢતી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, જસદણ  રાજકોટ રેન્જ પોલીસ માનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ગોંડલ વિભાગનાઓ દ્વારા મિલકત વિરૂધ્ધ બનતા ગુન્હાઓ ઉકેલવાની સુચના તથા માર્ગદર્શન આધારે ગઢાળા ગામે બનેલ લુંટની કોશીશના ગુન્હાનો ભેદ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સબળ બાતમીના આધારે ગણતરીના કલાકોમા ગુન્હા સાથે સંકળાયેલ બંને આરોપીઓને પકડી ધોરણસર કાર્યવાહી કરી જસદણ પો.સ્ટે.ની ટીમ દ્વારા બને પકડાયેલ આરોપી(૧) જશકુ લુણશીભાઇ ગરણીયા જાતે-આહિર રહે.ગઢાળા તા.વિછીયા (૨) રવિ બાબુભાઇ વિછીયા જાતે-કાઠી દરબાર રહે.ગઢાળા તા.વિકીયા જેલ હવાલે કરેલ આરોપીઓ ગુન્હાહિત ઇતિક્કસ ધરાવે છે જશકુ…

Read More

શિહોર પોલીસ શી-ટીમ દ્વારા મહિલા સાથે બનતા જાતિય સતામણી અંગે જાગૃતિ લાવવા નવતર પ્રયાસ હાથ ધરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર શિહોર તાલુકાના વળાવડ ગામની શ્રી પ્રાથમિક શાળા ખાતે સેમિનારનું આયોજન કરી શાળામાં અભ્યાસ કરતી ૪૫ વિદ્યાર્થીનીઓ સ્ત્રી અત્યાચાર અને જાતીય સત્તામણી અંગે મૂંઝવતા પ્રશ્નો અંગે વાચા આપી પોલીસને જાણ કરવા અંગે જાગૃતિ લાવવા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ સેમિનારમાં શિહોર પોલીસ ઇન્સપેક્ટરઓ તથા નોકરીઓના સ્થળે મહિલાઓ સાથે બનતા જાતીય સતામણીના બનાવો સામે જાગૃતિના ભાગરૂપે આવા બનાવો બનતા અટકાવવા અને મહિલાઓ પોતાના પ્રશ્નો ઉજાગર કરી તેમણે મૂંઝવતા પ્રશ્નોને વાચા આપી કોઇ પણ ડર વિના પોલીસનો સંપર્ક કરી જાણ કરી શકે તે અંગે જાગૃતિ લાવવા શાળાઓ/કોલેજોમાં સેમિનાર તેમજ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, ૨૨મી ડિસેમ્બર ૨૦૨૨ના રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’ – સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારે તા. ૨૨મી ડિસેમ્બરે બપોરે ૩ કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ,સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે.  

Read More

ગઢડામાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ ડિસેમ્બર ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૧ ડિસેમ્બર ૨૦૨૨, બુધવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ગઢડા ખાતે મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી, બોટાદના અધ્યક્ષસ્થાને ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવ્યો છે. આથી બાકી પ્રશ્નો માટે અરજદાર પાસેથી આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદાર, ગઢડાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં અરજી રજુ કરતાં પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ કરેલ અરજી અનિર્ણીત હોવી જોઇએ.…

Read More

ભાવનગર જિલ્લાના ટોબેકો સેલ દ્વારા “તમાકુ જીવનનો દુશ્મન” પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે આધ્યશક્તિ માતાને મંદિરે “તમાકુ જીવનનો દુશ્મન” વિષય પર પરિસંવાદ યોજાયો જેમાં જુદા જુદા ગામડામાંથી આશા ફેસીલીટર આશા ડોક્ટરો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમાર, સુનિલભાઈ પટેલ, ડો. એન.પી. કુવાડીયા દ્વારા તમાકુ જીવનનો દુશ્મન છે તે અંગેનો પરિસંવાદ રજૂ કરી નવી પેઢીને આનાથી દૂર રાખવા મહેનત કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી. પી. બોરીચા, જિલ્લા તાલીમ ભવનના ડો. હરપાલસિંહ ગોહિલ,…

Read More

દસ વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરાવવા માટે તાકીદ

હિન્દ ન્યુઝ, ભાવનગર યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડ ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો (ઓળખનાં પુરાવા અને રહેણાંકનાં પુરાવા) સાથે આધારકાર્ડ અપડેટ કરાવવા જણાવેલ છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ નોડલ ઓફીસર (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટરશ્રી, ભાવનગરની યાદીમાં જણાવવામાં…

Read More

શિહોર પોલીસ શી-ટીમ દ્વારા મહિલા સાથે બનતા જાતિય સતામણી અંગે જાગૃતિ લાવવા નવતર પ્રયાસ હાથ ધરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર શિહોર તાલુકાના વળાવડ ગામની શ્રી પ્રાથમિક શાળા ખાતે સેમિનારનું આયોજન કરી શાળામાં અભ્યાસ કરતી ૪૫ વિદ્યાર્થીનીઓ સ્ત્રી અત્યાચાર અને જાતીય સત્તામણી અંગે મૂંઝવતા પ્રશ્નો અંગે વાચા આપી પોલીસને જાણ કરવા અંગે જાગૃતિ લાવવા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ સેમિનારમાં શિહોર પોલીસ ઇન્સપેક્ટર એચ.જી.ભરવાડ દ્વારા શિહોર પો.સ્ટે.ની શી-ટીમ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરી સ્કૂલ/કોલેજો માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તથા નોકરીઓના સ્થળે મહિલાઓ સાથે બનતા જાતીય સતામણીના બનાવો સામે જાગૃતિના ભાગરૂપે આવા બનાવો બનતા અટકાવવા અને મહિલાઓ પોતાના પ્રશ્નો ઉજાગર કરી તેમણે મૂંઝવતા પ્રશ્નોને વાચા આપી કોઇ પણ…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોરબી રોડ જકાતનાકા– સેટેલાઇટ ચોક વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવેલ તથા ૧૪ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.      (૦૧)ચામુંડા પાન & હોટેલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૨)ડીલક્સ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩)ગેલમા પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૪)મોમાઇ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)પટેલ કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)સપના પાન &  કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)જય માં ખોડલ પાન & કોલ્ડ્રિંકસ…

Read More