સાંતલપુર: જોરાવરગઢ ગામ ખાતે ગામનાં લોકો 10 દિવસ થી ગંદુ, ડહોળુ પાણી પીવા મજબૂર

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના જોરાવરગઢ ગામમાં સરકારી પાઇપ લાઇનમાં છેલ્લા કેટલાક દિવસો થી ડહોળુ અને ગંદુ પાણી આવતું હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈજ કામગીરી આજદિન સુધીમાં થઈ નથી કામગીરી નાં કરાતા રોગચાળા ની ભીતિ સેવાઈ રહી છે. સાંતલપુર તાલુકાના મથક વારાહી થી 4 કિમી દૂર આવેલ જોરવરગઢ ગામનાં 700 ઉપરાંત ગ્રામજનો ને પાણી પૂરું પાડતી પાણી પુરવઠા વિભાગ ની પાઇપ લાઇનમાં થી ડહોળુ અને ગંદુ પાણી આવતું હોય ગ્રામજનો ડહોળુ અને ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે.…

Read More

રાજયના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓના લાભો સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા : પ્રજાની તમામ આશા-અપેક્ષાઓ પૂરી કરવાની નેમ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ મળે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને રહેશે જ. નાગરીકોની આશાઓ-અપેક્ષાઓનો અવાજ સાંભળી તેમની સમસ્યાઓ નિવારવા સરકાર પ્રજાની પડખે છે એવો ભાવ દરેક વ્યક્તિને જાગે તે જ સરકારની સફળતા અને ગુડ ગર્વનન્સ-સુશાસન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ગુડ ગવર્નન્સ ડે-સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતેથી આજે ગુડ ગવર્નન્સના ઇનિશીએટીવના ભાગરૂપે વિવિધ વિભાગોના ૧૨ જેટલા પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, સુશાસન અને ઈ-ગવર્નન્સ એ કોઈ…

Read More

ભાવનગરમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોતમભાઈ સોલંકીનો ભવ્ય રોડ શો યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં આજરોજ મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી નો નારી ચોકડી થી મીરાકુંજ સુધીનો ભવ્ય રોડ યોજાયો હતો. આ રોડ શો દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકી ને હાર પહેરાવી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ સ્થળોએ સ્ટેજ બનાવીને મંત્રી નું પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી દ્વારા ઉપસ્થિત લોકોનું અભિવાદન જીલવામાં આવ્યું હતું. નારી ચોકડી ખાતે મંત્રી નું સ્વાગત કરવામાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા સહિત બહોળી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Read More

પ્રજ્ઞાચક્ષુ સહિત વિકલાંગોને હવે ફરિયાદ નોંધવવા પોલીસ સ્ટેશન નહીં જવું પડે, પોલીસ ઘરે આવી નોંધી જશે – સુશાસન સપ્તાની અગત્યની ફળશ્રુતિ

હિન્દ ન્યુઝ, જામનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનસભર નેતૃત્વથી પ્રેરિત સંસદ સભ્ય પૂનમબેન માડમ જન જન પ્રત્યે સંવેદનાસબર અનેક કાર્યો મંજૂર કરાવતા રહ્યા છે જેની જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા સાક્ષી છે ત્યારે દિવ્યાંગો માટે વધુ એક સાનુકૂળતા સાંસદ પૂનમબેન એ કરાવી આપી છે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી દ્વારા સંસદ સભ્ય પૂનમબેન માડમ એ રજૂઆત કરવામાં આવી હતી કે વિકલાંગોને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જવામાં મુશ્કેલીઓ અને અડચણ પડે છે જે બાબતે કોઈ ઉકેલ આવે તો વિકલાંગોને સાનુકૂળતા થાય તેમ છે. આ રજૂઆતની ગંભીરતાને ધ્યાને લઈને સાંસદ પૂનમબેન માડમ એ સુશાસન…

Read More