ભાવનગરમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોતમભાઈ સોલંકીનો ભવ્ય રોડ શો યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરમાં આજરોજ મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી નો નારી ચોકડી થી મીરાકુંજ સુધીનો ભવ્ય રોડ યોજાયો હતો.

આ રોડ શો દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકી ને હાર પહેરાવી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ સ્થળોએ સ્ટેજ બનાવીને મંત્રી નું પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી દ્વારા ઉપસ્થિત લોકોનું અભિવાદન જીલવામાં આવ્યું હતું.

નારી ચોકડી ખાતે મંત્રી નું સ્વાગત કરવામાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા સહિત બહોળી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment