હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના જોરાવરગઢ ગામમાં સરકારી પાઇપ લાઇનમાં છેલ્લા કેટલાક દિવસો થી ડહોળુ અને ગંદુ પાણી આવતું હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈજ કામગીરી આજદિન સુધીમાં થઈ નથી કામગીરી નાં કરાતા રોગચાળા ની ભીતિ સેવાઈ રહી છે.
સાંતલપુર તાલુકાના મથક વારાહી થી 4 કિમી દૂર આવેલ જોરવરગઢ ગામનાં 700 ઉપરાંત ગ્રામજનો ને પાણી પૂરું પાડતી પાણી પુરવઠા વિભાગ ની પાઇપ લાઇનમાં થી ડહોળુ અને ગંદુ પાણી આવતું હોય ગ્રામજનો ડહોળુ અને ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. છેલ્લા દસ દિવસ થી ગામમાં પાઇપ પાઇપ લાઇન માં આવતા ગંદા પાણી નાં કારણે ગ્રામજનો માં રોગચાળો ફેલાય તેવી ભિતી સર્જાઈ રહી છે.ગ્રામજનો ને પાણી પૂરું પાડતી પાણીની પાઇપ લાઇનમાં ડહોળુ પાણી આવતું હોવાના કારણે આ બાબતે લોકો દ્વારા પાણી પુરવઠા કચેરી ખાતે જાણ કરવા છતાં તંત્ર નું પેટ નું પાણી હલતું નથી અને કોઈજ કામગીરી હાથ ધરવામાં આવી નથી.વારાહી થી જોરાવરગઢ ગામને પાણી પુરવઠો પૂરું પાડતી પાઇપ લાઇન માં ગટર નાં ગંદા પાણી ભળવાને કારણે ગામમાં ડહોળુ અને ગંદુ પાણી આવતું હોવાથી આ વાત ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી હતી.
સાંતલપુર તાલુકાના જોરાવરગઢ ગામનાં દશરથ પૂરી ગૌસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 10 દિવસ થી ગામમાં આવતા ડહોળા અને ગંદા પાણી ની સમસ્યા બાબતે પાણી પુરવઠા અધિકારીઓ ને વારંવાર જાણ કરવા છતાંય સમસ્યા નાં નિરાકરણ બાબતે તંત્ર દ્વારા કોઈજ કામગીરી કરાવવામાં આવી નથી.જેને લઇને આજે ગ્રામજનો ખરાબ ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર