હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૩/૧૨/૨૦૨૨ થી ૨૫/૧૨/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૯૪ રેંકડી-કેબીનો સાધુવાસવાણી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ચંદ્રેશનગર માર્કેટ, ભિમનગર રોડ, મોવડી મેઈન રોડ, રેસકોર્ષ રોડ, જંકશન રોડ ફુલછાબ ચોક, ગાયત્રીનગર, જ્યુબેલી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૭૯ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જંકશન રોડ, જામનગર રોડ, ઢેબર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, નાનામૌવા મેઈન રોડ, ભિમનગર ચોક, સાધુવાસવાણી રોડ, મવડી મેઈન રોડ, બાપાસીતારામ ચોક, ચંદ્રેશનગર માર્કેટ, ધરાર માર્કેટ રોડ,સંતકબીર રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૨૬૧૨ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જ્યુબેલી માર્કેટ, જંકશન રોડ, સિવિલ હોસ્પિટલ પુલ પાસે, મવડી બાપાસિતારામ ચોક, મવડી મેઈન રોડ, નાનામૌવા રોડ, ભિમનગર, ગાયત્રીનગર મેઈન રોડ, ચંદ્રેશનગર માર્કેટ, પુષ્કરધામ મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ પશુઓને નાખવા માટે લિલુ ૭૦ પુરા તે જામનગર રોડ, એરપોર્ટ રોડ પરથી જપ્ત કરેલ રૂ.૧,૫૪,૪૦૦/-વહીવટી ચાર્જ ગાયત્રીનગર રોડ, મોરબી રોડ, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, નાના મૌવા રોડ, મવડી બાપાસિતારામ ચોક, સ્પિડવેલ ચોક, હેમુદસ્તુર માર્ગ, ઢેબર રોડ, જંકશન રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.૭૫,૧૮૫/- મંડપ ચાર્જ જે મવડી મેઈન રોડ, નાના મૌવા રોડ, પંચાયત ચોક, સાધુવાસવાણી રોડ, હેમુ ગઢવી રોડ, સ્પિડવેલ પાર્ટી પ્લોટ, , સંતકબીર રોડ, યાજ્ઞિક રોડ, હેમુદસ્તુર માર્ગ, પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને ૬૫ બોર્ડ-બેનર/ઝંડી તે પંચાયત ચોક, મહીલા કોલેજ, કોટેચા ચોક, મવડી મેઈન રોડ, બાપાસીતારામ ચોક, ૧૫૦ ફુટ રિંગ રોડ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ઢેબર રોડ,હેમુગઢવી હોલ, કોઠારીયા રોડ, ગોંડલ રોડ, સંતકબીર રોડ, કુવાડવા રોડ, પરથી જપ્ત કરવામા આવ્યા હતા.