વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ પરિવાર તરફથી ઉજવણી

હિન્દ ન્યૂઝ, દામનગર

    ભારતીય જનતા પાર્ટી દામનગર શહેર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવા હી સંગઠન અંતર્ગત નરેન્દ્ર મોદીજી ના વડાપ્રધાન તરીકે સુશાસનના સાત વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ભાજપ પરિવાર તરફથી તેમની ઉજવણી ને ધૂમધામ થી ન કરતા રક્તદાન શિબિર તથા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ, દામનગર પટેલ વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું, તેમાં ઉપસ્થિત અમરેલી જિલ્લાના સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા, રાજુભાઈ એ.પી.એમ.સી.ના ચેરમેન, લાઠી દામનગર ભાજપના શહેર પ્રમુખ સતીશ બાપુ, દામનગર નગરપાલિકાના પ્રમુખ પ્રિતેશભાઇ નારોલા, દામનગર નગરપાલિકાના ઉપપ્રમુખ ગોબરભાઈ નારોલા તથા ભાજપ ના તમામ નગરપાલિકાના સભ્ય તથા આરોગ્યની ટીમ ગુણુભાઈ નારોલા અમેરિકા વાળા ના સાથ અને સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

રિપોર્ટર : યાસીન ચુડાસમા, દામનગર

Related posts

Leave a Comment