હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારી, વર્ગ-૩ની પરીક્ષાઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૮/૧૨/૨૦૨૨ નાં રોજ લેખિત પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાનો સમય સવારે ૧૧:૦૦ કલાક થી ૧૨:૧૫ કલાક સુધી લેવાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું…
Read MoreDay: December 17, 2022
લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર તાજેતરમાં ભાવનગર જિલ્લાનાં શહેરી વિસ્તાર તથા વિકસીત વિસ્તારનાં લોકોનાં રોજબરોજનાં જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે આવેલ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ – પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે. આમ, ઘન કચરો પ્લાસ્ટીક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા વાયરોનાં પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા/બાળવાનાં કારણે તેના ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે જે લોકોનાં સ્વાથ્ય માટે હાનીકારક નીવડે છે. જે અંગે ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.જે.પટેલ દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી…
Read Moreજિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ રજૂ કરેલ મહુવા તાલુકાના ગળથર ગામનાં પ્રશ્નની જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરએ કે, વિવિધ વિભાગો પરસ્પરના સંકલન અને સહકારથી પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવે તેવો અનુરોધ કરતાં તેમણે રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે જેવાં પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં હોય છે, ત્યારે…
Read Moreગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ટૂંકું ને ટચ ને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ શ્રેષ્ઠ પુસ્તકો માટે અનેકવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જે અંતર્ગત વર્ષ ૨૦૧૮, ૧૯ના વિવિધ વિભાગના સર્વશ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સુરેન્દ્રનગરના રાજ સૌભાગ સત્સંગ મંડળ, સાયલા ખાતે આયોજિત ત્રિદિવસીય જ્ઞાન સત્ર અંતર્ગત યોજાયેલ એક એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ, શ્રી નરોત્તમ પલાણ, પીનાકીન દવે સહિતના અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતમાં આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. લેખક, ચિંતક અને વક્તા પુલક ત્રિવેદીના ટૂંકું ને ટચ પુસ્તકની નિબંધસંગ્રહ વિભાગમાં વર્ષ ૨૦૧૮ માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે…
Read Moreરોજગાર કચેરી દ્વારા લશ્કરી ભરતી અંગેની લેખિત પરીક્ષા તાલીમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતીય સેના દ્વારા રાજકોટ ખાતે તા.૨૭/૧૦/૨૦૨૨ થી ૦૭/૧૧/૨૦૨૨ દરમિયાન યોજાયેલ અગ્નિવીર લશ્કરી ભરતીરેલીમાં એડમિટકાર્ડ મેળવેલ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા અનુસંધાને વિના મૂલ્યે બિનનિવાસી દિવસ-૧૫ નાં લેખિત તાલીમવર્ગ ફક્ત ભાવનગર જિલ્લાનાં ઉમેદવારો માટે યોજાનાર હોય તો લેખિત તાલીમ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, અનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર કચેરીથી ખાતેથી વહેલા-તે-પહેલાનાં ઘોરણે અરજીપત્રકો મેળવી એડમીટ કાર્ડ નકલ, આધારકાર્ડ નકલ તેમજ પાસપોર્ટ ફોટો સાથે કચેરી સમય દરમિયાન ફોર્મ ભરી રૂબરૂમાં પરત કરવાનાં રહેશે.
Read Moreભાવનગર જીલ્લાની મહિલાઓ માટે ફળ તથા શાકભાજી પરિરક્ષણ તથા કિચન ગાર્ડનની તાલીમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર બાગાયત ખાતું, ગાંધીનગરની ભાવનગર જીલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી અંતર્ગત કેનીંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરિરક્ષીત કરી તેમાંથી મળતાં ઉપયોગી પોષક્તત્વો દ્વારા મહિલાઓ તેમજ તેમના દ્વારા તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાય તેમજ તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહઉદ્યોગ દ્રારા કેનીંગ(ડબ્બાબંધી) કરી આર્થિક સ્વનિર્ભર બને તે હેતુથી મહિલા સશક્તિકરણ માટે ફળ તથા શાકભાજીના પરિરક્ષણ માટેની ગ્રામ્ય ક્ક્ષાએ તથા ભાવનગર(સીટી)માં દિન: ૨ અને ૫ ની પરિરક્ષક તાલીમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલાઓને ફળો તેમજ શાકભાજીમાંથી બનતાં વિવિધ શરબત, જામ, જેલી, કેચઅપ,…
Read Moreનડાબેટ હાઇવે રણ વિસ્તાર માં એક સ્વિફ્ટ કાર પુર જોશમાં આવતી હોવાથી અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમવતાં ધડકાભેર ગાડી ખાઈમાં ખાબકી
હિન્દ ન્યુઝ, વાવ કાર રણ વિસ્તાર માં પુરજોશમાં રણમાં ઉતરી જતાં ગાડી ચાલક બેભાન થઇ ગયેલ સાથે ચાલકે કાબૂ ગુમાવ્યો અને ગાડી ભાગીને ભુક્કા થઈ ગઈ હતી. ગાડીમાં સવાર લોકો તેમાં બુમાં બૂમ કરવા લાગ્યા હતા. ત્યાં ગાડી જ્યારે ખાબકી ત્યારે રણમાં કોઈ લોકો પણ હતા નહિ. કોઈ ટ્રાફિક પણ ત્યાં હતી નહિ ગાડીમાં બેઠેલા લોકો વાતોમાં આવી અને ગાડી ચાલક તેની સ્પીડ વધારે કરતાં ગાડી બે ત્રણ વાર પલટી થઈ ગયેલ હોય એમ જોવા મળેલ. આ સ્વિફ્ટ કાર એકદમ ખાબકતા ડ્રાઈવર ને થોડી ઇજા પહોંચી હતી…
Read Moreરાધનપુર સેનેટરી ખાતેથી વેપારી નાં બાઈકની ચોરી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે અવારનવાર છેલ્લા એક અઠવાડિયા થી લઈને 15 દિવસ ની અંદર મા 3 બાઇક ચોરી ની ઘટનાઓ સામે આવી છે. રાધનપુર વિસ્તાર માં દિવસે ને દિવસે વધી રહી છે બાઇક ચોરી ની ઘટના થોડા સમય અગાઉ પણ રાધનપુર મેન બજાર માં વેપારી ની સ્કુટી ની ચોરી ની ઘટના સામે આવી હતી.તે સમય વિત્યા ને ગણ્યા કલાકો ની અંદર જ ફરી થી નગર પાલિકા ખાતે પાર્ક કરેલ બાઇક ની ચોરી ની ઘટના સામે આવી હતી. ત્યારે ફરીથી રાધનપુર વિસ્તારના સેનેટરી ખાતે થી વેપારી નાં…
Read More