શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ને સહજાનંદનગર ખાતે ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવ સાથોસાથ ભારતની આઝાદીના ૭૫ વર્ષ અનુસંધાને અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે એક સુભગ સમન્વય છે. સ્વામિનારાયણ ગુરુકુળની સંસ્થા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથોસાથ મૂલ્યનિષ્ઠ સંસ્કારોનું સિંચન કરવાનું પણ ઉમદા કાર્ય કરી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાની સાથે ઉચ્ચ માનવ મૂલ્યો પણ પ્રાપ્ત કરે છે, જે વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. હાલ આપણે આઝાદીના…

Read More

સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ : ડરવાની નહીં પણ કાળજી સતર્કતા રાખવી જરૂરી : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સહભાગી થયા પ્રિકોશન ડોઝનો જથ્થો વધારીને રાજ્યમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે તા. ૨૭મી ડિસેમ્બરે હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે ગુજરાતમાં હાલ દૈનિક ૧૦,૦૦૦ ટેસ્ટીંગ થાય છે…

Read More

ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ ચાલતી આવી છે, આયુર્વેદિક જડીબુટ્ટીથી રોગોને જડમૂળથી મટાડી શકાય છે – જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામકશ્રી આયુષની કચેરી-ગાંધીનગર તથા નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજપીપલા દ્વારા આજરોજ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતા અને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાનમાં આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. આ મેળામાં આયુર્વેદને લગતી અને તેની ચિકિત્સા પધ્ધતિ અંગે સમજ આપતા વિવિધ ૯ જેટલાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં ઓ.પી.ડી. સહિત દવાઓના વિતરણ અને આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિથી નિષ્ણાંત…

Read More

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં પશુઓ રાખવા સબંધી તથા ઘાસચારો વેચાણ કરવા સબબ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ જાહેર રસ્તાઓ ઉપર માલિકીના તથા બિનવારસી રખડતા પશુઓની સંખ્યા વધી રહી છે. આ રખડતા પશુઓને કારણે જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ફેલાય છે જેના કારણે જાહેર આરોગ્ય જોખમાય છે અને ટ્રાફિક વ્યવસ્થાને અડચણ ઉભી થાય છે તેમજ ગંભીર પ્રકારના અકસ્માતો થવાના કારણે જાહેર જનતાને ગંભીર ઇજાઓ તથા જાનનું જોખમ ઉભું થાય છે. આથી ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલનનો ધંધો કરતા પશુપાલકો તથા માલધારીઓને જાણ કરવાની કે ધી.જી.પી.એમ.સી. એકટની અનુસુચિ – ક, પ્રકરણ -૧૪ ના નિયમ -૨૨,૨૩,૨૪ અને કલમ -૩૭૬ ની જોગવાઇઓ મુજબ…

Read More

તળાજા આઈટીઆઈ દ્વારા ૧૪ પંપ ઓપરેટરોનો તાલીમવર્ગ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર તળાજા આઈટીઆઈ દ્વારા ૧૪ પંપ ઓપરેટરોને પ્રમાણપત્ર અને વાસ્મો દ્વારા ટુલકીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ટુલકીટ આપી પંપ ઓપરેટરોને પ્રોત્સાહિત કરાયા હતા. તળાજા તાલુકાના વિવિધ ૧૪ જેટલા ગામોના પંપ ઓપરેટરો કે જેઓ ગામમાં પાણી વિતરણ કરવાની કામગીરી કરે છે તેઓને સર્ટીફીકેટ કોર્ષ ઈન પંપ મિકેનીકની તાલીમ ગવર્ન્મેન્ટ આઈટીઆઈ કોલેજ તળાજા દ્વારા પૂર્ણ થતાં પ્રમાણપત્ર અને વાસ્મો તરફથી રૂ. ૬૦૦૦ ની કિંમતના વિવિધ ઉપયોગી ૧૨ ટૂલ્સ સાથેની ટુલકીટ દરેક પંપ ઓપરેટરને આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા તળાજાના ચીફ ઓફિસર કૃપેશભાઈ પટેલ,…

Read More

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લાનાં તમામ બગાયતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ – ૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ટુલ્સ, ઇક્વિપમેન્ટ, શોર્ટિંગ/ ગ્રેડિંગ ના સાધનો, કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ) વાવેતર માટે સહાય કાર્યક્રમ, કપ્રિર્નેસીવ હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ વિગેરે જેવા ઘટકોમાં તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, ટ્રેક્ટર (૨૦ BHP સુધી), ટ્રેક્ટર ઓપરેટેડ/માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલિત મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર વગેરે જેવા ઘટકોમાં લાભ લેવા માગતા સબંધિત ઇચ્છુક ( www.ikhedut.gujarat.gov.in ) મારફતે તા. ૧૫/૦૧/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની…

Read More

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે માતાના મઢ ખાતે મા આશાપુરાના ચરણોમાં શીશ નમાવ્યું 

હિન્દ ન્યુઝ, ભુજ                 કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિમાર્ણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે  આજે માતાના મઢ ખાતે કચ્છ દેશ દેવી માં આશાપુરાના ચરણોમાં શીશ નમાવીને દર્શન કર્યા હતા. તેમજ લોકોની સુખાકારીની માના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. આ સાથે નખત્રાણા ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ વતી પ્રમુખ અબજીભાઈ પટેલ દ્વારા કૃષિ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલ ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી…

Read More