હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથ સંચાલિત શ્રી અરવિંદ ઘોષ ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી અરવિંદ ઘોષનાં જીવન કવન પર આધારીત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનું આયોજન બે વિભાગમાં કરવામાં આવશે. જેમાં “અ” વિભાગ ૧૫ થી ૧૯ વર્ષ તથા “બ” વિભાગ ૧૯ વર્ષથી ઉપરનાં અને ૩૫ વર્ષ સુધીના આવશે. નિબંધ, ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાનો વિષય “શ્રી અરવિંદ ઘોષનું જીવન કવન” રહેશે. સ્પર્ધાની તારીખ તથા સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે.…
Read MoreDay: December 26, 2022
ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેક્ટર અજય પ્રકાશને શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી દ્વારા પુરસ્કાર અર્પણ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર દેશમાં તા.૧૯ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. જે પછી ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય સ્તરના સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેક્ટર અજય પ્રકાશને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ભારતરત્ન અટલજીની જન્મજયંતિ નિમિત્તે તેમના અટલ અને મહાન કાર્યોની જ્યોત પ્રજ્જવલિત રહે તે હેતુથી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે અજય પ્રકાશને મુખ્યમંત્રીના હસ્તે નવનિર્માણ જિલ્લાની કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૧૫ જૂન ૧૯૮૫ના…
Read Moreએશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતનો વિજયી પંચ, ગીર સોમનાથના મનીષાવાળાએ મેળવ્યા ૨ બ્રોન્ઝ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત તરફથી કિક બોક્સિંગમાં વિજય પતાકા લહેરાવનાર પ્રથમ મહિલા ખેલાડી અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની મનીષા વાળાએ થાઈલેન્ડમાં યોજાયેલ એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૨ બ્રોન્ઝ મેડલ મેળવી ગીર સોમનાથ સહિત ગુજરાત અને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. મનીષા વાળાએ ૧૦થી ૧૯ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન થાઈલેન્ડના બેંગકોકમાં યોજાયેલ એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઈવેન્ટમાં ૨૦ દેશોના ૫૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં તેમણે ઈરાન, ઉઝબેકિસ્તાન અને થાઈલેન્ડના ખેલાડીઓને ધૂળ ચટાડી ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં. ગુજરાતના ખેલાડીઓની સુષુપ્ત શક્તિ…
Read Moreમહુવાનાં ઈનોવેટીવ શિક્ષક દંપતીને રાજ્યકક્ષાનો અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ૨૦૨૨ એનાયત કરાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ગિજુભાઈ બધેકા અને મોન્ટેસરી શિક્ષણના સિધ્ધાંતો સાથે રમકડાં દ્વારા શિક્ષણ આપતાં ભાવનગરનાં મહુવાના ઈનોવેટીવ શિક્ષક દંપતી શ્રીમતી શિતલબેન અને રમેશભાઈ બારડને હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ સેન્ટર ગાંધીનગર તરફથી રાજ્યકક્ષાનો અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ૨૦૨૨ પ્રાપ્ત થયો હતો. ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિઓનું યોગ્ય સન્માન થાય તે હેતુથી “હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિચર્સ સેન્ટર’ નામે ‘અતુલ્ય વારસો’ સંસ્થા દ્વારા ગુજરાતમાંથી ૮૬ પ્રતિભાવંત અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા પ્રભાવકોનું સન્માન કરવા માટે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. તેમાં ભાવનગરના ચાર…
Read Moreરાજયના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓના લાભો સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા: પ્રજાની તમામ આશા-અપેક્ષાઓ પૂરી કરવાની નેમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ મળે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને રહેશે જ. નાગરીકોની આશાઓ-અપેક્ષાઓનો અવાજ સાંભળી તેમની સમસ્યાઓ નિવારવા સરકાર પ્રજાની પડખે છે એવો ભાવ દરેક વ્યક્તિને જાગે તે જ સરકારની સફળતા અને ગુડ ગર્વનન્સ-સુશાસન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ગુડ ગવર્નન્સ ડે-સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતેથી આજે ગુડ ગવર્નન્સના ઇનિશીએટીવના ભાગરૂપે વિવિધ વિભાગોના ૧૨ જેટલા પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, સુશાસન અને ઈ-ગવર્નન્સ એ કોઈ…
Read Moreમત્સ્યોદ્યોગ અને પશુપાલન ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકી મહુવા ખાતે વીર વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા પધાર્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના મહુવામા આજરોજ મત્સ્યોદ્યોગ અને પશુપાલન ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકી મહુવા ખાતે વીર વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા પધાર્યા પરસોતમભાઈ સોલંકી ને કોળી સેના મહુવા તાલુકા, મહુવા શહેર, અને ગ્રામ્ય ની સમગ્ર ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ અવસર પર ઉપસ્થિત મહુવા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ભાવનગર જીલ્લા કોળી સેના મંત્રી રમેશભાઇ જોળીયા, મહુવા તાલુકા કોળી સેના પ્રમુખ રાજુભાઈ ચૌહાણ, મહુવા તાલુકા મંત્રી રાજુભાઈ સાંખટ, કોળી સેના મહુવા શહેર પ્રમુખ મુકેશભાઇ ઢાપા, તેમજ તાલુકા, શહેર અને ગ્રામ્ય ની સમગ્ર ટીમ હાજર રહી હતી તેમજ…
Read Moreસંખેશ્વર: વિકાસ ઝંખતું ભારતનું પ્રસિદ્ધ જૈન તીર્થ!
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા નું શંખેશ્વર શહેર જૈનોની તીર્થ નગરી તરીકે જગ વિખ્યાત છે. શંખેશ્વર એ ભારત ભરમાં બીજા નંબરનું પ્રસિદ્ધ જૈન તિર્થ ગણવામાં આવે છે, અહીં વર્ષે દહાડે લાખો જૈન યાત્રિકો દેશ વિદેશ થી આવતા હોઈ છે છતાં શંખેશ્વર માં મુસાફરો માટે બસ સ્ટેન્ડ ની જોઇએ તેવી સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી તેમજ નવીન બસ સ્ટેન્ડ માટે ની કામગીરી પણ પાયા લેવલનું કામ લાવીને છેલ્લા ધણા વર્ષો થી વિલંબમાં પડેલ હોવાથી અહિં આવતાં જૈન યાત્રિકો સહિતના મુસાફરો સંડાસ બાથરૂમ સહિતની અનેક મુશ્કેલી ભોગવી રહ્યા છે. જૈન સમાજ નાં યાત્રાધામ…
Read Moreસરકારની શ્રી વાજપાઇબેંકેબલ યોજના પાર્થકુમાર પટેલ માટે આશિર્વાદ રૂપ બની : સ્ટાર્ટઅપ થકી
હિન્દ ન્યુઝ, રાજપીપલા વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવતા ભારત દેશને યુવાનોએ અનેક આયામો સર કરીને વિશ્વભરમાં સિદ્ધીઓ હાંસલ કરીને દેશને અનેક તબક્કે ગૌરવ અપાવવાનો અવસર આપ્યો છે. યુવાનોને ચોક્કસ દિશામાં માર્ગદર્શન મળી રહે તો તે દરેક ક્ષેત્રે પોતાની કુશળતાથી સફળતા મેળવવામાં અગ્રેસર રહે છે. ઘણી વખત યુવાન પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનુ વિચારે અને પોતાના સ્ટાર્ટઅપને સફળ બનાવવા માટે સતત અને સક્રિય રીત મહેનત પણ કરે છે. પરંતુ દરેક સાહસિક યુવાનોને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સૌથી મોટો પ્રશ્ન નાણાંનો મૂઝવતો હોય છે, ત્યારે આવા સાહસી યુવાનોને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા સરકારની…
Read Moreરાધનપુર ખાતે ભર શિયાળે પાણીની પોકાર
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના ધરવડી ગામ ખાતે આવેલ વાડી વિસ્તારમાં પાણી પુરવઠા ની મન માનીને લઈને 50 પરિવારો પાણી વગર વલખા મારી રહ્યા છે.ધરવડી વાળી વિસ્તારમાં પાણી પુરવઠા દ્વારા પાણીનું કનેક્શન બે માસથી કાપી નાખતા બે માસથી પાણી વગર મહિલાઓ વલખા મારી રહી છે. રાધનપુર નાં ધરવડી ગામની મહિલાઓ દૂર દૂર પાણી ભરવા જવા મજબૂર બની છે. તાત્કાલિક ધોરણે કાપી નાખેલું કનેક્શન શરૂ કરવા લોકોની પાણી પુરવઠા ના અધિકારી રાધનપુર પાસે અને ગામ પંચાયત કચેરી પાસે માંગણી ઉઠવા પામી…
Read Moreભૂતકાળની ભવ્યતાને ફરીથી ઉજવવાનો ઉત્સવ એટલે પંચમહોત્સવ
હિન્દ ન્યુઝ, ગોધરા પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ ૨૦૧૫થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન વડા તળાવ,તા. હાલોલ ખાતે કરવામાં આવે છે.જો કે નોવેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા વર્ષ ૨૦૧૯/૨૦/૨૧ દરમિયાન આ આયોજન શક્ય…
Read More