ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેક્ટર અજય પ્રકાશને શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી દ્વારા પુરસ્કાર અર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 સમગ્ર દેશમાં તા.૧૯ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. જે પછી ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય સ્તરના સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેક્ટર અજય પ્રકાશને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ભારતરત્ન અટલજીની જન્મજયંતિ નિમિત્તે તેમના અટલ અને મહાન કાર્યોની જ્યોત પ્રજ્જવલિત રહે તે હેતુથી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે અજય પ્રકાશને મુખ્યમંત્રીના હસ્તે નવનિર્માણ જિલ્લાની કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૧૫ જૂન ૧૯૮૫ના રોજ બિહારમાં જન્મેલા અજય પ્રકાશ નવસારી મદદનીશ કલેક્ટર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે.

રાજ્યસ્તરીય સુશાસન દિવસની ઉજવણીમાં દરેક જિલ્લામાંથી કલેક્ટર્સ તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ અન્ય અધિકારીઓ અને બહોળા પ્રમાણમાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ‘ગરવી ગુજરાત 2.0’, ‘ફિશ ક્રાફ્ટ’, ‘મત્સ્યોદ્યોગ’, ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ સહિત વિવિધ વિભાગોના ૧૨ જેટલા નવનિર્મિત આધુનિક વેબપોર્ટલ લોન્ચ અને રાજ્યમાં સુશાસનની દિશામાં કરાયેલી શ્રેષ્ઠ કામગીરીઓ અંગેના પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું.

Related posts

Leave a Comment