છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે લીધી શુભેચ્છા મુલાકાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એકતાનગરમાં હાલ ચાલી રહેલા ભારત પર્વમાં સહભાગી થવા ગુજરાત પધારેલ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતે વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટનું સ્થાન મેળવ્યું છે તે વિશે જણાવવામાં ઊંડો રસ દાખવ્યો હતો. 

મુખ્યમંત્રીએ છત્તીસગઢના મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના પ્રયોગ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહિત કરીને વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ઉદ્દેશ સાથે વર્લ્ડ માર્કેટ આપવાના અભિગમથી માહિતગાર કર્યા હતા.

છત્તીસગઢના મુખ્યમંત્રીએ ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની વિસ્તૃત જાણકારી માટે ઉદ્યોગ અગ્ર સચિવશ્રી સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક પણ યોજી હતી તેમજ ગુજરાતમાં પબ્લિક ડિલિવરી સર્વિસીસ સિસ્ટમ અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તથા રિયલ ટાઈમ મોનિટરિંગ માટે વિકસાવવામાં આવેલા સીએમ ડેશબોર્ડની મુલાકાત લીધી હતી. તેઓ રિયલ ટાઈમ મોનિટરિંગ અને જન સંવાદ કેન્દ્રના ફીડબેક મિકેનિઝમની કામગીરીની તલસ્પર્શી જાણકારી મેળવીને પ્રભાવિત થયા હતા અને ગુજરાતની આવી પહેલોને છત્તીસગઢમાં શરૂ કરવામાં પણ તેમણે રુચિ દર્શાવી હતી.


     ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. છત્તીસગઢના મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન રિવરફ્રન્ટના વિકાસ કાર્યો અને તેના આકર્ષણો નિહાળ્યા હતા.

મુખ્યમંત્રી સાંઈએ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજની સુંદરતાની પ્રશંસા કરી હતી. તેમણે અક્ષર રિવર ક્રૂઝમાં મુસાફરી કરીને અટલ બ્રિજ અને સમગ્ર રિવરફ્રન્ટનું વિહંગાવલોકન કર્યું હતું.

Related posts

Leave a Comment