રાધનપુર ખાતે ભર શિયાળે પાણીની પોકાર

હિન્દ ન્યુઝ, રાધનપુર 

      પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના ધરવડી ગામ ખાતે આવેલ વાડી વિસ્તારમાં પાણી પુરવઠા ની મન માનીને લઈને 50 પરિવારો પાણી વગર વલખા મારી રહ્યા છે.ધરવડી વાળી વિસ્તારમાં પાણી પુરવઠા દ્વારા પાણીનું કનેક્શન બે માસથી કાપી નાખતા બે માસથી પાણી વગર મહિલાઓ વલખા મારી રહી છે.

        રાધનપુર નાં ધરવડી ગામની મહિલાઓ દૂર દૂર પાણી ભરવા જવા મજબૂર બની છે. તાત્કાલિક ધોરણે કાપી નાખેલું કનેક્શન શરૂ કરવા લોકોની પાણી પુરવઠા ના અધિકારી રાધનપુર પાસે અને ગામ પંચાયત કચેરી પાસે માંગણી ઉઠવા પામી છે.તાત્કાલિક ધોરણે પાણીનું કનેક્શન શરૂ કરવામાં આવે તેવી ગામ લોકોની માગણી ઉઠવા પામી છે. છેલ્લા બે માસથી પાણી માટે બે કિલોમીટર દૂર જઈને પાણી મહિલાઓ ભરવા મજબૂર બની છે અને પોતાના પરિવારને પાણી આપી રહી છે. આવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે પાણી કનેક્શન શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો તેમજ મહિલાઓ ની માગણી ઉઠવા પામી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર 

Related posts

Leave a Comment