સંખેશ્વર: વિકાસ ઝંખતું ભારતનું પ્રસિદ્ધ જૈન તીર્થ!

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા નું શંખેશ્વર શહેર જૈનોની તીર્થ નગરી તરીકે જગ વિખ્યાત છે. શંખેશ્વર એ ભારત ભરમાં બીજા નંબરનું પ્રસિદ્ધ જૈન તિર્થ ગણવામાં આવે છે, અહીં વર્ષે દહાડે લાખો જૈન યાત્રિકો દેશ વિદેશ થી આવતા હોઈ છે છતાં શંખેશ્વર માં મુસાફરો માટે બસ સ્ટેન્ડ ની જોઇએ તેવી સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી તેમજ નવીન બસ સ્ટેન્ડ માટે ની કામગીરી પણ પાયા લેવલનું કામ લાવીને છેલ્લા ધણા વર્ષો થી વિલંબમાં પડેલ હોવાથી અહિં આવતાં જૈન યાત્રિકો સહિતના મુસાફરો સંડાસ બાથરૂમ સહિતની અનેક મુશ્કેલી ભોગવી રહ્યા છે.

જૈન સમાજ નાં યાત્રાધામ તરીકે ની ઓળખ પ્રાપ્ત કરનાર શંખેશ્વર તિર્થ સ્થાનક નાં નવીન બસ સ્ટેન્ડ માટે અનેક વખત ખાતમુહૂર્ત થયા પરંતુ છેલ્લા 15 થી 20 વર્ષ થી ડખે ચઢેલું નવીન બસસ્ટેન્ડ તાજેતરમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની શંખેશ્વર મુલાકાત દરમિયાન લોકોને નવીન બસ સ્ટેન્ડ માટે ની અપાયેલી હૈયાધારણા પણ પોકળ સાબિત બનતા અહિં આવતાં યાત્રાળુઓ માં બસ સ્ટેન્ડ નાં મામલે નારાજગી જોવા મળી રહી છે.

પાટણ જિલ્લા ના છેવાડાના તાલુકા મથક ગણાતુ શંખેશ્વર શહેર જૈન સમાજ માટે ભારત ભર નું બીજા નંબર નું પ્રસિદ્ધ જૈન તીર્થધામ છે .અહીં પર્યુષણ ના સમયે હજારો લાખો જૈન યાત્રિકો આવતા હોઈ છે છતાં આ શંખેશ્વર જૈન તીર્થ માં આવતા મુસાફરો માટે આવવા જવા માટે સારું બસ સ્ટેન્ડ નથી.હાલમા દરેક શહેર માં એક આઇકોનિક બસસ્ટેન્ડ ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે ત્યારે જૈન તીર્થ સમાન શંખેશ્વર મા કહેવા ખાતર ની પણ પ્રાથમિક સુવિધા ગણાય તેવી સુવિધા ઉપલબ્ધ નથી. તેને અહિં આવતાં લોકો એક શરમજનક બાબત ગણાવી રહ્યા છે. નવીન બસ સ્ટેન્ડ ની ખાતમૂહુર્ત વીધી બાદ સ્થળ પર ઉતારવામાં આવેલ બાંધકામ માટે નો માલ સમાન પણ હાલમાં ધૂળ ખાય રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે નવીન બસ સ્ટેન્ડ નો જે પણ વિવાદ હોય તેને તંત્ર દ્વારા નિરાકરણ લાવી તાત્કાલિક ધોરણે શંખેશ્વર ખાતે તમામ પ્રકારની સુવિધાઓ સાથે નું આઇકોનિક બસ સ્ટેન્ડ વહેલા માં વહેલી તકે નિમૉણ પામે તેવી માંગ જૈન યાત્રાળુઓ સહિતના મુસાફરો અને સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment